મેથી -કેરી અથાણું

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#અથાણાં
#જૂનસ્ટાર
ઉનાળાની મોસમ માં ગુહિણીઓ અથાણાં- મસાલા બનાવા માં વ્યસ્ત થાય છે. જો કે હવે પેહલા જેટલા બારમાસી અથાણાં ઓછા ખવાય છે. આ અથાણું મને અને મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પસંદ હતું. આજ નું આ અથાણું તેમને સમર્પિત છે.

મેથી -કેરી અથાણું

#અથાણાં
#જૂનસ્ટાર
ઉનાળાની મોસમ માં ગુહિણીઓ અથાણાં- મસાલા બનાવા માં વ્યસ્ત થાય છે. જો કે હવે પેહલા જેટલા બારમાસી અથાણાં ઓછા ખવાય છે. આ અથાણું મને અને મારા સ્વર્ગસ્થ સસરા ને બહુ પસંદ હતું. આજ નું આ અથાણું તેમને સમર્પિત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 દિવસ
10 વ્યક્તિ
  1. 1/2 કપમેથી દાણા
  2. 1 કપકાચી કેરી ના ટુકડા
  3. 1 કપરાઇ ના કુરિયાં
  4. 1 કપલાલ મરચું
  5. 1 કપમીઠું
  6. 1 ચમચીહિંગ
  7. 1 ચમચીહળદર
  8. જરૂર પ્રમાણે તેલ

રાંધવાની સૂચનાઓ

2 દિવસ
  1. 1

    મેથી ને પાણી માં આખી રાત પલાળી દો. કેરી ના ટુકડા માં મીઠું હળદર નાખી રાખી દો. 3-4 વાર હલાવવું.

  2. 2

    બીજા દિવસે મેથી ને ચારણી માં નિતારવા રાખો. કેરી માં પણ પાણી છૂટું હશે એને પણ નિતારવા રાખો. કેરી નું પાણી (ખાટું પાણી) માં મેથી ને એમ 2-4 કલાક માટે પલાળી દેવી જેથી કડવાશ ઓછી થાય જાય.

  3. 3

    4 કલાક પછી મેથી ને નિતારી કપડાં પાર સૂકવવા રાખો. બહુ નહીં સુકવવાની,બસ વધારા નું પાણી નીકળે એટલી જ.

  4. 4

    હવે એક પહોળા વાસણ માં કુરિયા, મરચું, મીઠું, હિંગ નાખી મિક્સ કરો અને થોડું તેલ પણ નાખો.

  5. 5

    હવે આ મસાલા માં મેથી તથા કેરી નાખી મિક્સ કરો.

  6. 6

    હવે કાચ ની બરણી માં ભરી લો. તેલ ગરમ કરી ઠંડુ થઈ જ એટલે એમ રેડી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes