રીંગણ નો ઓળો (રીંગણ નું ભડથું)

Roshni Bhavesh Swami
Roshni Bhavesh Swami @cook_15792845
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩-૪ વ્યક્તિ માટે
  1. ૨ મોટા રીંગણ
  2. ૧ મીડ્યમ ટમેટું
  3. ૨ મીડ્યમ કાંદા છોડા ઉતારવા નહી
  4. ૭-૮ કળી લસણ
  5. ૧ ઇંચ આદું
  6. ૩ ટેબલસ્પુન તેલ
  7. ૧ ટીસ્પુન રાઈ
  8. ૧૧/૨ ટીસ્પુન જીરું
  9. ૧૧/૨ ટેબલસ્પુન લાલ મરચું
  10. ૧ ટેબલસ્પુન લીલા મરચાં ની પેસ્ટ
  11. ૧ ટીસ્પુન હળદર
  12. ૩/૪ ટેબલસ્પુન ધાણાજીરું પાવડર
  13. ૧/૨ ટેબલસ્પુન ગરમ મસાલો
  14. ચપટીહિંગ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. ૨ ટેબલસ્પુન સફેદ માખણ
  17. જરુર મુજબ કોથમીર સમારેલી
  18. જરુર મુજબ લીલા કાંદા સમારેલા
  19. ૧ કોબીચ નું પાન(દમ માટે)
  20. ૧ ટેબલસ્પુન ઘી(દમ માટે)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રીંગણ, ટમેટું, કાંદા અને લસણ ની કડી પર તેલ લગાડી શેકવું. શાક ગેસ પર ફેરવતા જવું અને શેકતા જવું. લસણ શેકાતા ૧ મિનીટ લાગશે, ટમેટું શેકાતા ૨-૩ મિનીટ લાગશે, કાંદા શેકાતા ૧૦-૧૨ મિનીટ લાગશે અને રીંગણ શેકાતા ૨૫-૩૦ મિનીટ લાગશે. શાક ઠંડુ પડે એટલે છાલ ઉતારી લેવી. કાંદા, ટામેટા, આદું અને લસણ ને મિક્ષર માં અધકચરુ વાટી લેવું અને રીંગણ ને હાથ થી મસળી લેવું.

  2. 2

    મેં ભડથું માટી ની હાંડી માં બનાવ્યું છે, તમે નોન સ્ટીક કઢાઈ માં બનાવી શકો. એક કઢાઈ માં ૩ ટેબલસ્પુન તેલ ગરમ કરી રાઈ અને જીરું તતડે એટલે હિંગ અને લીમડો ઉમેરવો. હવે અધકચરા વાટેલા કાંદા, ટામેટા, આદું અને લસણ ની પેસ્ટ ઉમેરી મીડીયમ તાપે શેકવું.

  3. 3

    ૫-૧૦ મિનીટ શેકાયા પછી તેલ છુટું પડશે એટલે લીલા મરચાં ની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી ૩-૪ મિનીટ શેકવું. ત્યારબાદ રીંગણ નો ઓળો ઉમેરી એક રસ મિક્ષ કરવું. ૫-૭ મિનીટ પછી ગેસ બંધ કરી દેવું.

  4. 4

    રીંગણ ના ઓળા માં કોબીજ નું પાન મૂકી, એકદમ ગરમ કોલસો મૂકી એના પર ઘી રેડી તરતજ ઢાકાણ ઢાંકીદો. ૫-૭ મિનીટ ઢાકાણ ઢાંકી રાખો. કોથમીર અને લીલા કાંદા ભભરાવી બાજરી અથવા જુવાર ના રોટલા અને સફેદ માખણ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni Bhavesh Swami
Roshni Bhavesh Swami @cook_15792845
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes