સુજી કોફતા કરી

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#શાક
#રવાપોહા
#VN
ઘરમાં કોઈ શાક ના હોય અને મહેમાન આવવાના હોય તો ઝટપટ બનાવો આ શાક.

સુજી કોફતા કરી

#શાક
#રવાપોહા
#VN
ઘરમાં કોઈ શાક ના હોય અને મહેમાન આવવાના હોય તો ઝટપટ બનાવો આ શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. કોફતા માટે
  2. 1 કપરવો
  3. 1/4 કપદહીં
  4. 2લીલા મરચાં બારીક કાપેલા
  5. 1નાની ડુંગળી બારીક સમારેલી
  6. 1નાનું કેપસીકમ બારીક સમારેલું
  7. 2 ચમચીકોથમીર બારીક સમારેલી
  8. 1/4 ચમચીહળદર
  9. 1/2 ચમચીલાલ મરચુ
  10. 2 ચમચીકોર્ન ફ્લોર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. તેલ તળવા માટે
  13. કરી માટે
  14. 2ટામેટા
  15. 2ડુંગળી
  16. 1 ચમચીજીરૂ
  17. 1 ચમચીલાલ મરચુ પાઉડર
  18. 1 ચમચીધણાજીરૂ
  19. 1/4 ચમચીહળદર પાવડર
  20. 1 ચમચીપંજાબી કિચન કિંગ ગરમ મસાલા
  21. 2 ચમચીકાજુ
  22. 1 ચમચીખસખસ
  23. 1 કપદૂધ
  24. 2 ચમચીતાજી મલાઈ
  25. 1 ચમચીકોથમીર
  26. મીઠું સ્વાદાનુસાર
  27. 2 ચમચીતેલ
  28. 1 ચમચીઘી
  29. 1 ચમચીપનીર છીણેલું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    રવા માં તેલ સિવાય ની બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરો જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધો ત્યાર પછી બાજુ પર મુકી રાખો.

  2. 2

    એક કડાઈ માં એક ચમચી તેલ મૂકી જીરું તતડે એટલે તેમાં ટામેટા અને ડુંગળી ના ટુકડા નાખો અને નરમ થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    ટામેટા અને ડુંગળી ઠંડા થાય એટલે તેની પેસ્ટ બનાવો.

  4. 4

    કાજુ અને ખસખસ ને ૧૦ મિનિટ પહેલા ગરમ પાણી માં પલાળી રાખો અને તેની પણ પેસ્ટ બનાવી લો.

  5. 5

    એક કડાઈ માં એક ચમચી તેલ અને એક ચમચી ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરો અને ઢાંકી ને ૫ મિનિટ સાંતળો.

  6. 6

    ત્યારબાદ તેમાં બધા સૂકા મસાલા, મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી ૨ મિનિટ સાંતળો.

  7. 7

    ત્યાર બાદ તેમાં કાજુ ની પેસ્ટ, મલાઈ અને દૂધ ઉમેરો. બરાબર મિક્સ કરી ૫ મિનિટ સાંતળો. ઉપરથી કોથમીર ઉમેરો.

  8. 8

    હવે રવા ના કોફતા કોર્ન ફ્લોર માં રગદોળી તેલ માં તળી લેવા.

  9. 9

    કોફતા ને કરી માં ઉમેરી ૫ મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. ઉપરથી છીણેલું પનીર નાખો. ગરમ ગરમ પરાઠા કે નાન જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર

ટિપ્પણીઓ

Similar Recipes