પાલક પનીર કોફતા કરી

Pinky Jesani
Pinky Jesani @pinky_91182
Rajkot

#GA4
#week1

લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે.

પાલક પનીર કોફતા કરી

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#week1

લીલા શાકભાજી આપણને ઉપયોગી પોષક તત્વો પુરા પાડે છે. પરંતુ કયારેક બાળકો ખાવાની ના પાડી દે છે ત્યારે તેમને આ અલગ જ રીતે બનાવી ને ખવડાવી શકાય છે. તેમા પણ વચ્ચે પનીર આવતા બાળકો ખૂબ ખુશ થઈ જાય છે. આ કોફતા ની ગ્રેવી નો સ્વાદ તો અનોખો જ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક 30 મીનીટ
3 લોકો
  1. પનીર મેરીનેટ માટે પનીર 7-8 મોટા કટકા
  2. દહીં(હેંગ કડૅ)
  3. આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર
  4. મીઠુ-મરચુ-હળદર-ધાણાજીરૂ પંજાબી મસાલો સ્વાદ અનુસાર
  5. અેક ચમચી ચણાનો લોટ
  6. અેક ચમચી તેલ
  7. પાલક કોફતા માટે
  8. પાલક 3-4 પડી
  9. પા વાટકી ફુદીનો
  10. 1/2 વાટકીધાણાભાજી
  11. 3-4 ચમચીલીલા મરચાંની પેસ્ટ
  12. 1 ચમચીટોપરાનુ ખમણ
  13. 1 ચમચીખસખસ
  14. 5-6 ચમચીચણાનો લોટ
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. કરી માટે
  17. 4 ચમચીતેલ
  18. 1/2 ચમચીજી૱
  19. ડુંગળી 2-3 ઝીણી સમારેલી
  20. સમારેલી પાલક 2 પડી
  21. 3-4ટમેટાની પ્યુરી
  22. આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર
  23. મીઠુ-મરચુ-હળદર-ધાણાજીરૂ પંજાબી મસાલો સ્વાદ અનુસાર
  24. મેરીનેટ પનીર નો વધેલો મસાલો (જરૂરી સામગ્રી)
  25. વાટકીમલાઈ અડધી
  26. 3 ચમચીકાજુની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

1 કલાક 30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ પનીર ના મોટા કટકા કરો.તેમા દહીં,આદુ-મરચા-લસણની પેસ્ટ સ્વાદ અનુસાર,લાલ મરચું, હળદર, ધાણાજીરૂ,પંજાબી મસાલો, લીંબુ નો રસ,ચણાનો લોટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી મીકસ કરો. 30 મીનીટ માટે ફ્રીઝમાં સેટ કરો.

  2. 2

    અેક બાઉલમાં બાફેલી પાલક લઇ તેમાં ધાણાભાજી, ફુદીનો, લીલા મરચાંની પેસ્ટ નાખો પછી ચણાનો લોટ, તેલ, ટોપરાનુ ખમણ,ખસખસ અને સ્વાદ અનુસાર મીઠું નાખી અને લોટ બાંધી લો.

  3. 3

    સેટ થયેલા પનીર ને નોનસ્ટિક પેન પર સેલોફ્રાય કરો. હથેળીમાં તેલ લગાડી પાલકનો લોટ લઈ તેમાં પનીરનો કટકો મૂકી કોફતા વાળી લો. તેને તેલ માં તળી લો.

  4. 4

    નોનસ્ટિક પેનમા તેલ નાખી જી૱ નાખો. તેમા આદુ -મરચા -લસણની પેસ્ટ નાખો. સમારેલી ડુંગળી નાખો. સમારેલી પાલક નાખો. બધા મસાલા નાખી ટોમેટો પ્યુરી નાખો. પછી કાજુ નથી પેસ્ટ મેરીનેટ પનીર કરતા વધેલ સ્ટફીગ તથા મલાઈ નાખો જ૱ર મુજબ પાણી નાંખીને 5 મિનિટ પછી ગેસ બંધકરી દો. છીણેલુ પનીર અને કોથમીર નાખો

  5. 5

    બાઉલ મા કોફતા નાખી કરી નાખો. રોટલી કે નાન અને સલાડ સાથે પીરસો.

  6. 6

    આ કોફતા સ્ટાટર તરીકે પણ પીરસી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinky Jesani
Pinky Jesani @pinky_91182
પર
Rajkot
To cook is my passion n passion is a doorstep of success.. love to cook... any time anywhere..
વધુ વાંચો

Similar Recipes