ગુજરાતી થાળી

#ઞુજરાતી
બાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ..
ગુજરાતી થાળી
#ઞુજરાતી
બાજરી ના મસાલારોટલા, ખીચડી, કઢી અને ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને ડુંગળી, ટમેટા અને ગાજર નું કચુંબર, તળેલા લીલાં મરચાં,ઘી, ગોળ..
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં બે ગ્લાસ પાણી નાખીને મીઠું અને હળદર નાખીને ઉકળવા મુકો અને અડધો કપ ચોખા અને અડધો કપ મગની દાળ ભેગી કરી ધોઈ ને ઉકળતા પાણીમાં ઉમેરો હવે ઢાંકણ ઢાંકી ધીરે તાપે ચઢવા દો.ખીચડીતૈયાર થયે ધીનો વઘાર કરી તેમાં રાઈ અને જીરું નાખી ને બરાબર મિક્ષ કરી લો તૈયાર છે ખીચડી..
- 2
એક કથરોટમાં માં બાજરી નો લોટ લઈ ને સ્વાદ અનુસાર મીઠું નાખીને તેમાં લીલાં મરચાં ને સમારી નાખી ને કોથમીર સમારેલી નાખીને લોટ પલાળવો બરાબર મસળી લો હવે માટીની તાવડી માં રોટલા થાપી ને બનાવો ફુલે એટલે ઉતારી ઘી લગાડી લેવું
- 3
રીંગણ અને બટાકા ને ધોઈ ને કાપા પાડી લો હવે એક બાઉલમાં સીંગદાણા નો ભુકકો, લસણ વાટેલું મરચું, હળદર અને ધાણાજીરું પાવડર નાખી ને મીઠું અને ખાંડ, લીંબુનો રસ નાખી અર્ધી ચમચી તેલ નાખી ને બરાબર મિક્ષ કરી લો સમારેલી કોથમીર ભભરાવીને ને બધાં રીંગણ અને બટાકા ભરી લો હવે એક કુકરમાં તેલ ગરમ મૂકી રાઈ અને જીરું નો વઘાર કરી તેમાં ભરેલા રીંગણ અને બટાકા નાખી ને બરાબર હલાવી ને એક અડધો ગ્લાસ પાણી નાખીને ત્રણ સીટી પાડી લો.. કુકર ઠરે એટલે ઉતારી બાઉલમાં કાઢી લો
- 4
એક તપેલીમાં એક વાટકી ચણાનો લોટ નાખી ને એક વાટકી દહીં નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે ગેસ ચાલુ કરી તપેલી ગેસ પર મૂકો.. તેમાં મીઠું હળદર નાખીને ઉકળવા દો હવે ગોળ નાખો.. એક વાટકી માં એક ચમચી ઘી ગરમ મૂકી તેમાં રાઈ જીરું અને મેથી ત્રણ થી ચાર દાણા નાખવા અને હિંગ નાખી ને લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરવી અને લીમડાના પાન નાખીને વઘાર કરી લો.. ઉકળે એટલે ઉતારી લો.. કઢી તૈયાર છે
- 5
હવે ટમેટા, ડુંગળી અને ગાજરની કચુંબર કરી.. એક વાટકી માં ગોળ સમારી ને તેમાં ઘી ઉમેરી દો. હવે મરચાં ને તળી લો અને એક થાળીમાં બાજરી નો મસાલા રોટલો, ખીચડી, કઢી, ભરેલા રીંગણ અને બટાકા નું શાક અને કચુંબર,ઘી,ગોળ, મરચાં સાથે પીરસો..આપણી ગુજરાતી થાળી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા રોટલા સાથે રીંગણ ભરથુ(masala rotla with rigan bhartu recipe in gujarati)
#વેસ્ટબાજરી ના રોટલા સાથે રીંગણ ભરથુ તો ગુજરાતી નું ફેવરિટ ભાણું છે.. આજે એમાં રોટલા માં લસણ, મરચાં અને મસાલા ભેળવી દો.વરસાદ ની સીઝન માટે ખૂબ જ સરસ અને ટેસ્ટી .. મસાલા રોટલા ઘી માં શેકેલા અને રીંગણ ને ગેસ પર કે ચુલા માં શેકવા અને તેનું ભરથુ સાથે કોથમીર, ફુદીનો અને મરચા ની ચટણી, લીલી ડુંગળી.. સાથે દહીં કે છાશ.બસ તૃપ્તિ થાય એવું ભાણું... Sunita Vaghela -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી(Gujarati Thali recipe in Gujarati)
#GA4#week4#Gujaratiગુજરાતી માટે સ્પેશીયલ સાંજે જમવા મા લેવાતી પરંપરા ગત વાનગી, ભાખરી, ખીચડી,સંભારો, રસા વાળું બટાકા નું શાક, પાપડ, ગોળ, ઘી , ડુંગળી,અને છાશ. Rashmi Adhvaryu -
ગુજરાતી થાળી
#એનિવર્સરીMain course week-3( 3 શાક, રોટલી, દાળ, ભાત, રાયતુ, પાપડ, કચુંબર, ભરેલા મરચા) Asmita Desai -
ગુજરાતી થાળી
ઘરે બધા ઘર ના સભ્યો ભેગા થાય ત્યારે આ ગુજરાતી થાળી નો આંણદ માણવા મળે છે. પ્રતુત છે એવીજ એક થાળી. સીતાફળ બાસુંદી, કેરી નો રસ, ભરેલા મરચાં ના ભજીયા, રીંગણાં-બટાકા સંભારિયા, ભરેલા કારેલા, કાચા કેળા નું શાક, કાકડી નું રાઇતું, અથાણાં. Jasmin Motta _ #BeingMotta -
ગુજરાતી થાળી (કાઠિયાવાડી) (Gujarati Thali Recipe In Gujarati)
બાજરા ના હાથે ધડેલા રોટલો રીંગણા નો ઓળો, ખાતું ગોળી નું શાક, ઘરે બનાવેલ માખણ, છાશ, લસણ ની ચટણી, ગોળ, ખીચી ના પાપડ, લીલા મરચાં લીલી ડુંગળી, ફોતરા વાળી મગદળ ની ખીચડી, ઘી,બીજું શું જોએ....😋😋#trend3Hina Doshi
-
બાજરા નો રોટલો ભરેલા રીંગણ બટાકા નું શાક (Bajra Rotlo Bharela Ringan Bataka Shak Recipe In Gujarati
#GA4#Week24બાજરી ખાવી એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. બાજરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ માં રહે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરી હૃદય ને તંદુરસ્ત રાખે છે.હૃદય ની બીમારી થી બચી શકાય છે. બાજરી ખાવાથી મેગ્નેસિયમ અને પોટેશિયમ મળી રહે છે. મેં અહીંયા બાજરી ના રોટલા સાથે ભરેલા રીંગણાં- બટાકા નું શાક, ઘી - ગોળ, લસણીયા ગાજર, અને છાશ સાથે થાળી પીરસી છે. (લસણીયા ગાજરની રેસિપી મેં આગળ શેર કરી છે.) Jigna Shukla -
રીંગણ ના રવૈયા (Ringan na ravaiya recipe in Gujarati)
રીંગણ ના રવૈયા અથવા ભરેલા રીંગણ ગુજરાતી લોકોનું પ્રિય શાક છે. બેસન અને સિંગદાણા ભૂકામાં મસાલા ઉમેરીને ફીલિંગ બનાવવામાં આવે છે જેનાથી રીંગણ ભરવામાં આવે છે. રીંગણ ની સાથે નાના બટાકા પણ ભરીને ઉમેરી શકાય. જો નાના બટાકા ના મળે તો મોટા બટાકા ના ટુકડા પણ એટલા જ સ્વાદિષ્ટ લાગે છે. રીંગણ ના રવૈયા ને ખીચડી અને કઢી સાથે પીરસવા થી એનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.#CB8#cookpadindia#cookpad_gu spicequeen -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
કાઠિયાવાડી ડીશ (Kathiyawadi Dish Recipe In Gujarati)
આજના લંચ માં કઢી,ખીચડી,મકાઈ અને બાજરા ના લોટ ના રોટલા, મરચા નો સંભારો, લીલી ડુંગળી અને ટામેટાનું શાક, લીલી ડુંગળી,ગોળ ઘી, અને છાશ બનાવ્યા છે. Sonal Modha -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
જીરા-અજમાં નાં તડકા વાળી ઢીલી ખીચડી અને તુવેર દાણા-લીલાં મસાલા થી ભરપૂર કઢી
#TT1ખીચડી કઢી માં ઘણી વિવિધતા છે, જેમકે ઉત્તર ભારતમાં માં પકોડા કઢી, ગુજરાત ની વાત કરીએ તો રજવાડી કઢી, રોટલાં સાથે ખાવતી ખાટી કે ખાટી-મીઠી કઢી. અહીં મેં જીરા-અજમાં નાં તડકા વાળી ઢીલી ખીચડી સાથે ઘી, તુવેર ના દાણા અને લીલાં મસાલા થી ભરપૂર કઢી, મરચાં અને ગાજર નો સંભારોઅને પાપડ સર્વ કર્યાં છે. Dhaval Chauhan -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
ગુજરાતી થાળી
#ઇબુક૧#૨૬#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ માં જ્યારે ગુજરાતી થાળી આવે ત્યારે એમાં દરેક પ્રકાર નાં સ્વાદ સમાયેલા હોય છે. ખાટો,મીઠો,તીખો, ગળ્યો.ગુજરાતી થાળી મા વ્યંજનો માં જેટલી વિવિધતા જોવા મળે છે એટલી જ વિવિધતા એના સ્વાદ માં પણ હોય છે.આજે મે બનાવી છે ગુજરાતી થાળી રેસ્ટોરન્ટ સ્ટાઈલ જેમાં છે રોટલી,ભાખરી,પરોઠા,પૂરી,બટાકા નું શક,ચોળી નું શક,દાળ,ભટ, કઢી,ખીચડી,ભજીયા,ખમણ,ગાજર નો સ્મભરો,કોબી નો સ્મભારો,ગાજર નો હલવો,કેસર બાસુંદી,પાપડ,છાસ,મરચા નું અથાણું, મીઠી ચટણી,મુરબ્બો,મુખવાસ. Anjana Sheladiya -
કાઠિયાવાડી થાળી, શાક -ભાખરી
#ટ્રેડિશનલહવે ઉનાળો શરૂ થતાં જ શાકભાજી માં સાંજે શું બનાવવું એની સમસ્યા શરૂ થઈ જાય એટલે.ઘરમા હોય એ દાળ નો ઉપયોગ કરી મેં આજે દાળ નું શાક સાથે ભાખરી અને છાશ સાથે ડુંગળી અને મરચા ..બસ મજા આવી જાય.. Sunita Vaghela -
-
કાઠિયાવાડી વાળું
રાત્રે ડીનર માટે કાઠિયાવાડી ડીશ બધા ની ફેવરીટ વાનગી છે.. એમાં બાજરી ના રોટલા સાથે ગાંઠિયા નું શાક અને ખીચડી,છાશ, સલાડ સાથે છાશ લસણની ચટણી, ગોળ, મરચા..્બસ બીજુ જોઈએ શું? Sunita Vaghela -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#goldenapron3#week11#potato#લોકડાઉન આજે હું ગુજરાતી થાળી લઈને આવી છું તેમાં ભીંડા બટેકા નુ શાક, રોટલી,ભાત,મગ નું શાક અને છાશ, કેરી ગાજર ,બીટ સલાડ લઈ આવી છું. Vaishali Nagadiya -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
બહાર ઝરમર વરસાદ વરસતો હોય, માટી ની મીઠી સુગંધ આવતી હોય તો શાક-પૂરી-દૂધ તો બનતા હી હૈ.મસાલા વાળું દૂધ,બટાકા નું શાક,મસાલા પૂરી અને તળેલા મરચાં Bina Samir Telivala -
-
સાત્વિક ખોરાક-ગુજરાતી થાળી
#56bhog#post - 3મકાઈ નું શાક, ગુજરાતી કઢી, ભાત , રોટલી કોથમીર નો ચટણી , ગુંદા કેરી નું અથાણું ને તાજો કેરી નો રસ Geeta Godhiwala -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ