પાટણ ના પ્રખ્યાત દેવડા (Patan Famous Devada Rcipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#ct
#cookpade Gujarati
ઉત્તર ગુજરાત પાટણ ના દેવડા ખૂબ જ પ્રખ્યાત છે આ મીઠાઈ લગભગ બધાને પસંદ આવે છે અલગ અલગ ફ્લેવર્સ ની બનાવી શકાય છે આજે યોગ્ય માપ સાથે પરફેકટ દેવડા કેવી રીતે બનાવાય તે જોઈશું

પાટણ ના પ્રખ્યાત દેવડા (Patan Famous Devada Rcipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ct
#cookpade Gujarati
ઉત્તર ગુજરાત પાટણ ના દેવડા ખૂબ જ પ્રખ્યાત છે આ મીઠાઈ લગભગ બધાને પસંદ આવે છે અલગ અલગ ફ્લેવર્સ ની બનાવી શકાય છે આજે યોગ્ય માપ સાથે પરફેકટ દેવડા કેવી રીતે બનાવાય તે જોઈશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૧ કપમેંદો
  2. ૧ કપખાંડ
  3. ૨ કપઘી
  4. ચપટીસોડા
  5. બદામ પિસ્તા ની કતરણ ગાર્નિશ માટે
  6. ઈલાયચી નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મેંદાનો લોટ ચાલી લો

  2. 2

    તેમાં 1/2 કપ ઘી ઉમેરો

  3. 3

    બરાબર મુઠ્ઠી પડતું મોણ જોઈશે
    તમે ઘી ના બદલે તેલ પણ વાપરી શકો

  4. 4

    એક ચપટી જેટલો સોડા ઉમેરો

  5. 5

    હવે જરૂર મુજબ પાણી લઈ લોટ બાંધો

  6. 6

    ૧૦ મિનીટ ઢાંકી ને રાખી

  7. 7

    હવે ભાખરી ના લુવા કરતા હોય એમ દેવડા વાળો

  8. 8

    એક પેન માં તળવા માટે ઘી ગરમ મૂકો આપ તેલ પણ મૂકી શકો

  9. 9

    થોડું j ગરમ કરો ધુમાડા નીકળે એવું નથી કરવાનું

  10. 10

    તેમાં દેવડા તળી લો

  11. 11

    ખૂબ જ ધીમી આંચે તળો

  12. 12

    ૧૦ મિનીટ સુધી તળો

  13. 13

    અંદર થી જરા પણ કાચા ન રહેવા જોઈએ

  14. 14

    એક વાસણ માં એક કપ ખાંડ લઈ ખાંડ ડૂબે એટલું પાણી લો

  15. 15

    ઉકળવા દો

  16. 16

    એક તાર ની ચાસણી થાય e પછી પણ થોડીવાર ગેસ પર રાખો

  17. 17

    દોઢ તારની કડક ચાસણી થાય એટલે ગેસ બંધ કરો

  18. 18

    દેવડા એક એક કરી ને ચાસણી માં ડુબાડી ને કાઢી લો

  19. 19

    ઉપરથી ઈલાયચી પાઉડર તથા બદામ પિસ્તાની કતરણ ભભરાવી દો

  20. 20

    ઠડા થાય એટલે ઉપયોગ માં લો

  21. 21

    ફ્લેવર ઉમેરવા માટે ચાસણી માં ઉમેરી શકો કેસર કે રોઝ ફ્લેવર્સ na બનાવી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

Similar Recipes