શ્રીખંડ,પૂરી અને બટાટા નું શાક

hardika trivedi
hardika trivedi @Hardi_2911
Ahmedabad

#ગુજરાતી
વર્ષોથી ગુજરાતી પરિવરોમાં શુભ પ્રસંગે તેમજ મહેમાનો ના આગમન પર પીરસવામાં આવતી થાળી...

શ્રીખંડ,પૂરી અને બટાટા નું શાક

#ગુજરાતી
વર્ષોથી ગુજરાતી પરિવરોમાં શુભ પ્રસંગે તેમજ મહેમાનો ના આગમન પર પીરસવામાં આવતી થાળી...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શ્રીખંડ માટે:
  2. 750 ગ્રામદહીં નો મસ્કો
  3. 1/2 કપઆઇસીગ સુગર
  4. 1/2 કપદળેલી ખાંડ
  5. 1/2ટિ સ્પૂન ઈલાયચી પાવડર
  6. 1/2 કપમિક્સ ડ્રાયફ્રુટ (બદામ પિસ્તા કાજુ)
  7. બટાટા ના શાક માટે:
  8. 250બટાટા
  9. 7-8લસણ ની કલી
  10. 1નાનું ટામેટું
  11. 2 ટી સ્પૂનતેલ
  12. 1 ટી સ્પૂનહળદર
  13. 1 ટી સ્પૂનલાલ મરચું
  14. 1 ટી સ્પૂનધાણાજીરું
  15. 1 ટી સ્પૂનગરમ મસાલો
  16. રાઈ
  17. હીંગ
  18. મીઠું
  19. કોથમીર
  20. પુરી માટે:
  21. 1 કપઘઉંનો લોટ
  22. 1 ટી સ્પૂનતેલ મોણ માટે
  23. મીઠું
  24. પાણી
  25. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શ્રીખંડ માટે ઘરે જ દહીં બનાવી મસ્કો તૈયાર કરો. તેને એક બાઉલ માં લઇ તેમાં આઇસિગ સુગર ઉમેરો તેને ઇલેક્ટ્રોનિક બીટર થી બીટ કરી લો(જો ઇલેક્ટ્રોનિક બિટર ન હોય તો હેન્ડ બિટર યુઝ કરી શકો).એકદમ મિક્સ થાય એટલે દળેલી ખાંડ ઉમેરો ફરી બીટ કરો. મસ્કો એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેમા ઈલાયચી પાવડર ઉમેરો ત્યારબાદ બીટ નથી કરવાનું બસ હળવા હાથે મીક્સ કરો ડ્રાયફ્રુટ ઉમેરી ફ્રીઝ માં મૂકો

  2. 2

    શાક માટે:બટાટાને બાફી અને સમરી લો.કડાઇમા તેલ મીઓકિ ગરમ થાય એટલે રાઈ, હિંગ, લસણ ટમેટાં ઉમેરો તેમા ૧ કપ જેટલું પાણી ઉમેરો.પાણી ઉકલે એટલે તેમાં હળદર, મરચુ, ધાણાજીરું ગરમ મસાલો ઉમેરો.પાણી ઉકલે એટલે બટાટા ઉમેરો.૫ મિનિટ સુધી એમજ રહેવાં દઇ છેલ્લે મીઠું અને કોથમીર ઉમેરો.

  3. 3

    પૂરી માટે: ઉપર મુજબની બધી સામગ્રી મિક્સ કરી નરમ કણક બાંઘી લો.તેને 15 મિનિટ માટે ઢાંકીને મૂકો.ત્યારબાદ પૂરીઓ વણી તેને તળી લો.

  4. 4

    ગરમ ગરમ પૂરી બતાતાનું શાક અને શ્રીખંડ ને સર્વ કરો. સાથે ચોખાના પાપડ તથા દ્રાક્ષના અથાણું સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hardika trivedi
hardika trivedi @Hardi_2911
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes