અડદિયા

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#શિયાળુ
શિયાળામાં દરેકનું મનપસંદ મિષ્ટાન એટલે અડદિયા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૫ થી ૬૦ મિનિટ
૨૨ થી ૨૫ નંગ
  1. ૫૦૦ ગ્રામ અડદનો લોટ
  2. ૫૦૦ ગ્રામ દળેલી ખાંડ
  3. ૫૦૦ ગ્રામ ઘી
  4. ૧ કપ દૂધ
  5. ૧ કપ મલાઈ
  6. ૧ કપ મિક્સ ડ્રાયફ્રુટસ ટુકડા
  7. ૧ કપ ગુંદ
  8. ૧ ચમચી એલચી પાઉડર
  9. ૧ ચમચી જાવિંત્રી પાઉડર
  10. ૨ ચમચી મિક્સ પાઉડર (એલચી, જાવિંત્રી, કાજુ, બદામ)
  11. ૨ ચમચી બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૫૫ થી ૬૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં અડધું ઘી, ૧ કપ દૂધ તથા ૧ કપ મલાઈ સાથે જ ઉકાળી લેવુ.. તેમાં અડધો લોટ ઉમેરી ધાબો આપવો. એટલે અડદિયા કણીદાર બને. ૨૦ મિનિટ સુધી આ ધાબો રાખી મૂકવો.

  2. 2

    ત્યાર બાદ આ જ કડાઈમાં બાકીનું ઘી તથા લોટ ઉમેરી શેકવાનું શરૂ કરવું. બદામી રંગનો શેકાય જાય એટલે તેમાં ગુંદ ઉમેરવો. સરખો તળાય જાય ત્યાં સુધી ફાસ્ટ ગેસ પર જ રાખવું.

  3. 3

    ત્યાર બાદ નીચે ઉતારી લેવું અને ૧૦ મિનિટ સુધી ઠંડું થવા દેવું.

  4. 4

    તેમાં ડ્રાયફ્રુટ, એલચી પાઉડર, જાવિંત્રી પાઉડર, મિક્સ મસાલો, દળેલી ખાંડ બધું જ ઉમેરી દેવું.

  5. 5

    બરાબર બધું મિક્સ કયૉ પછી એક થાળીમાં ઘી લગાવી આ મિશ્રણ ઠંડુ પાડવું. તેના પર બદામ ની કતરણ છાંટવી. થોડું ઠંડુ પડયા પછી ચાકુથી કાપા પાડી લેવા.

  6. 6

    ગુંદ,ઘી અને ખાંડ જરુર મુજબ વધુ કે ઓછા લઈ શકાય. ખાંડ ૪૦૦ ગ્રામ પણ પ્રમાણસર માપ થાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes