વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#મોમ
મારી મમ્મીને સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ ત્યાં જાવ છું ત્યારે મને કહે છે કે પુલાવ-કઢી બનાવી દે.

વેજીટેબલ પુલાવ (Vegetable Pulav Recipe in Gujrati)

#મોમ
મારી મમ્મીને સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ ત્યાં જાવ છું ત્યારે મને કહે છે કે પુલાવ-કઢી બનાવી દે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપબાસમતી ચોખા ( 30 મિનિટ સુધી પલાળી ઓસાવી લેવા
  2. 1 કપપાર બોઈલ વેજીટેબલ (વટાણા, ફ્લાવર,ગાજર)
  3. 1/2બાફેલુ બટાકુ
  4. 1/2સમારેલું કેપ્સીકમ
  5. 2લવિંગ
  6. 1તજ
  7. 2-3મરી
  8. 1બાદિયુ
  9. 1આખી ઈલાયચી
  10. તમાલપત્ર
  11. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  12. 1 ચમચીઆદુની પેસ્ટ
  13. 1/2 ચમચીગરમ મસાલો
  14. 1 ચમચીજીરૂ
  15. 5 ચમચીઘી
  16. 2 ચમચીતેલ
  17. મીઠું સ્વાદાનુસાર
  18. કઢી માટે
  19. 1 કપદહીં
  20. 1 કપછાશ
  21. 2 ચમચીચણા લોટ
  22. 2 ચમચીખાંડ
  23. 2લીલાં મરચાં
  24. 1નાનો ટુકડો આદુ
  25. 1/2 ચમચીજીરૂ
  26. 1 ચમચીલીમડાના પાન
  27. 1કળી લસણ
  28. મીઠું સ્વાદાનુસાર
  29. 1 ચમચીસમારેલી કોથમીર
  30. વઘાર માટે
  31. 1 ચમચીઘી
  32. 1/2 ચમચીજીરૂ
  33. ચપટીરાઈ અને મેથી દાણા
  34. ચપટીહિંગ
  35. 1સૂકું લાલ મરચું
  36. લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલીમાં પાણી ઉમેરી વટાણા, ફ્લાવર,ગાજર 5 થી 7 મિનિટ સુધી બોઈલ કરી લો. ત્યાર બાદ બાકીની સામગ્રી ભેગી કરી લો. એક કડાઈમાં ઘી અને તેલ ગરમ થાય એટલે જીરું તતડાવી આખા મસાલા ઉમેરો.

  2. 2

    ત્યાર બાદ પ્રથમ કેપ્સીકમ ઉમેરી 2 થી 3 મિનિટ સુધી થવા દો. હવે લીલાં મરચાં, આદું અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે વેજીટેબલ ઉમેરો અને ગરમ મ ઉમેરી બરાબર મિકસ કરો. 5 મિનિટ બાદ ઓસાવેલા ભાત ઉમેરો અને બરાબર હલાવી લો. 5 મિનિટ બાદ સમારેલી કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  3. 3

    કઢી માટે મસાલો વાટી લો. એક તપેલીમાં દહીં,છાશ, ચણાનો લોટ, ખાંડ અને 1+1/2 કપ પાણી ઉમેરી બ્લેન્ડર ફેરવી લો. વાટેલો મસાલો ઉમેરી બરાબર મિકસ કરો.

  4. 4

    વઘાર માટે ઘી ગરમ થાય એટલે બધી સામગ્રી ઉમેરી વઘાર કઢીમાં રેડી દો. આને કઢીને એક ઊભરો આવે ત્યાં સુધી ઉકાળી લો. હવે સમારેલી કોથમીર ઉમેરો.

  5. 5

    સર્વીંગ પ્લેટમાં કાઢી પાપડ અને સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes