વેજ બિરયાની ઇન કૂકર (Veg Biryani in Cooker Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron_3 #week_22 #Cereal
#વિકમીલ૧
#માઇઇબુક #પોસ્ટ_૬
બિરયાની બનાવતા પહેલા એની સામગ્રી, એના મેકીંગ સ્ટેપસ જોઈને જ મારી તો ધીરજ ખૂટી જાય એટલે જ હું જ્યારે પણ બિરયાની બનાવવી હોય હું હંમેશા કૂકરમાં જ બનાવી દ‌ઉ છું.
પહેલા પરફેક્ટ ન બનતી હતી. કોઈક વાર પાણી વધારે/ ઓછું પડે કે વેજીટેબલસ વધુ ચડી જાય અથવા ચોખાના દાણો છૂટા ન પડે. પણ હવે કૂકરમાં ઓછા સમયમાં એકદમ પરફેક્ટ બને છે.

વેજ બિરયાની ઇન કૂકર (Veg Biryani in Cooker Recipe in Gujarati)

#goldenapron_3 #week_22 #Cereal
#વિકમીલ૧
#માઇઇબુક #પોસ્ટ_૬
બિરયાની બનાવતા પહેલા એની સામગ્રી, એના મેકીંગ સ્ટેપસ જોઈને જ મારી તો ધીરજ ખૂટી જાય એટલે જ હું જ્યારે પણ બિરયાની બનાવવી હોય હું હંમેશા કૂકરમાં જ બનાવી દ‌ઉ છું.
પહેલા પરફેક્ટ ન બનતી હતી. કોઈક વાર પાણી વધારે/ ઓછું પડે કે વેજીટેબલસ વધુ ચડી જાય અથવા ચોખાના દાણો છૂટા ન પડે. પણ હવે કૂકરમાં ઓછા સમયમાં એકદમ પરફેક્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપબાસમતી ચોખા (20 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો)
  2. 1સમારેલું બટાકુ
  3. 1 કપલીલાં વટાણા
  4. 1/2સમારેલી ગાજર
  5. 2સમારેલી ડુંગળી
  6. 1સમારેલું કેપ્સીકમ
  7. 1/2 કપફલાવર
  8. 2 ચમચીપનીરના ટુકડા
  9. 1 કપદહીં
  10. 2-3 ચમચીબિરયાની મસાલો
  11. 1 ચમચીલાલ મરચું પાઉડર
  12. 1/2 ચમચીહળદર
  13. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  14. 1+1/2 ચમચી લસણની પેસ્ટ
  15. 1+1/2 ચમચી આદુની પેસ્ટ
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. મીઠું સ્વાદાનુસાર
  18. 2 ચમચીસમારેલી કોથમીર
  19. 1/2 કપઘી
  20. 3-4 ચમચીતેલ
  21. આખા મસાલા
  22. 2તમાલપત્ર
  23. 2બાદિયા
  24. 4-5લવિંગ
  25. 4-5મરી
  26. 2 ટુકડાતજ
  27. 2ઈલાયચી
  28. વેજ રાઈતા
  29. 250 ગ્રામપંજાબી દહીં
  30. 2 ચમચીતાજી મલાઈ
  31. 3 ચમચીખાંડ
  32. 12 ચમચીશેકેલું જીરું પાઉડર
  33. 1/4 ચમચીલીલાં મરચાંની પેસ્ટ/કાપેલા લીલાં મરચાં
  34. 1/4 ચમચીલાલ મરચું પાઉડર મરચું
  35. મીઠું સ્વાદાનુસાર
  36. 2-3 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  37. 2-3 ચમચીઝીણું સમારેલું ટામેટું
  38. 2 ચમચીસમારેલી કોથમીર
  39. 1 કપઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ પલાળેલા ચોખા ધોઈ લો અને બાકીની સામગ્રી ભેગી કરી લો. હવે કૂકરમાં ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં આખા મસાલા ઉમેરો. 2 મિનિટ બાદ સમારેલી ડુંગળી ઉમેરો અને બરાબર મિક્સ કરી લો. 2 મિનિટ સુધી સાંતળો.

  2. 2

    હવે દહીં સાથે આદુ-લસણની પેસ્ટ, મરચું પાઉડર,ગરમ મસાલો, હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. કૂકરમાં સમારેલી ગાજર, બટાકા અને વટાણા ધોઈને ઉમેરો. 2 મિનિટ બાદ દહીં- મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો. 1કપ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો. જે કપ વડે ચોખા લીધા હોય એ જ કપ પાણી માટે રાખવું.

  3. 3

    હવે ચોખા ઉમેરો બરાબર મિક્સ કરી લો.3 કપ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો અને 5 મિનિટ સુધી ગરમ થવા દો. હવે ફ્લાવર અને કેપ્સિકમ ઉમેરીને બરાબર મિક્સ કરી 1 કપ પાણી ઉમેરી ઢાંકીને મધ્યમ તાપે 2 સીટી વગાડી લો.

  4. 4

    કૂકર ઠંડુ થાય પછી ઢાંકણું ખોલી પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી ફરી 5 મિનિટ માટે ઢાંકણ બંધ કરી લો.

  5. 5

    એ દરમિયાન એક બાઉલમાં દહીં, મલાઈ, ખાંડ અને પાણી ઉમેરી બીટ કરો. હવે સમારેલી ડુંગળી,ટમેટું, મરચું, મીઠું, જીરું અને કોથમીર ઉમેરો અને બરાબર મિક્સ કરી લો.

  6. 6

    સર્વીંગ ડીશમા બીરયાની બાઉલમાં કાઢી ડીમોલ્ડ કરી લો. ઉપર પનીર ટુકડા અને કોથમીર ઉમેરો અને રાઈતા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes