ટમટમ ખમણ (Tamtam Khaman recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 1 કપચણાની દાળ
  2. 1 ચમચીચોખા
  3. 2 મોટી ચમચીખાટુ દહીં
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. પાણી જરૂર મુજબ
  6. 1 ચમચીમીઠું
  7. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  8. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  9. 1/2 ચમચીહળદર નો પાઉડર
  10. 1 ચમચીઈનો
  11. વઘાર માટે:
  12. 2 મોટી ચમચીતેલ
  13. 1 ચમચીરાઈ
  14. ચપટીહિંગ
  15. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. સમારેલી કોથમીર
  18. તાજા નારિયેળ નું છીણ
  19. ખમણ ની કઢી માટે:
  20. 2 ચમચીચણાનો લોટ
  21. 3 ચમચીખાટુ દહીં
  22. 400 ગ્રામપાણી
  23. 1 ચમચીમીઠું
  24. 3 ચમચીખાંડ
  25. તેલ, રાઈ, હિંગ,આખા ધાણા, મીઠો લીમડો, લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળ અને ચોખા ને ધોઈને 4 થી 5 કલાક માટે પાણીમાં પલાળો. પાણી ને નિતારીને ખાટા દહીં, લીંબુનો રસ અને જરૂરી પાણી ઉમેરીને તેને મિક્સરમાં થોડું કકરુ રહે તે રીતે પીસી લો.

  2. 2

    તેને ઢાંકીને 5 થી 6 કલાક માટે ગરમ જગ્યાએ આથો લાવવા માટે રાખો.

  3. 3

    આથો આવી જાય એટલે તેમાં મીઠું, આદુ-લીલા મરચાની પેસ્ટ અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે ઢોકળીયામાં 2 ગ્લાસ પાણી રેડો અને મધ્યમ તાપ પર ગરમ કરો. એલ્યુમિનિયમ ના વાસણ ને તેલથી ગ્રીસ કરો.

  4. 4

    બેટરમાં ઈનો ઉમેરો અને ખુબ હલાવો.
    એક જ દિશામાં એક મિનિટ માટે હલાવો બેટર લગભગ બમણું થઈ જશે. આ બેટરને એલ્યુમિનિયમ ના વાસણ માં નાખી અને તેને ઢોકળીયામાં મૂકીને ઢાંકી દો. દસથી પંદર મિનિટ માટે તેને વરાળથી બાફો (સ્ટીમ કરવા મૂકો).

  5. 5

    ઠરે એટલે તેના ચોરસ કટકા કરો. એક વાસણમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ હિંગનો વઘાર કરો. હવે ગેસ બંધ કરીને તેમાં કાશ્મીરી લાલ મરચું તથા ગરમ મસાલો નાખો. હવે તેમાં ખમણ નાંખી અને બધો જ વઘાર ખમણને સાથે મિક્સ થઈ જાય તે રીતના હળવા હાથે હલાવીને મિક્સ કરો.

  6. 6

    ખમણ ની કઢી માટે એક બાઉલ માં ચણાનો લોટ અને દહીં ને એક સરખી રીતે મિક્સ કરવું. હવે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને હિંગનો વઘાર કરવો. તેમાં મીઠો લીમડો અને સમારેલા લીલા મરચાં તથા આખા ધાણા નાંખવા. આ વઘારમાં પાણી નાખીને તેમાં ચણાના લોટ અને દહીં વાળું મિશ્રણ નાખવું. ત્યારબાદ તેમાં મીઠું અને ખાંડ નાખીને એક ઉભરો આવે ત્યાં સુધી હલાવો અને પછી ગેસ બંધ કરી દેવો.

  7. 7

    ટમટમ ખમણ ને ઉપરથી લીલા નાળીયેરનું છીણ તથા કોથમીર નાખીને ખમણ ની કઢી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes