ટામેટા-બટાકાનુ શાક (Tamata Batakanu Shak Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#week1
#Potato
#post3

જ્યારે કોઈ પણ શાક ઘરમાં ન હોય ત્યારે ટામેટા અને બટાકા તો બિચારા બૂમ મારે જ કે અમારો વારો આવ્યો ખરો.😘😘 પણ ટામેટા- બટાકાનું શાક મારા પપ્પા અને હસબન્ડની સૌથી પ્રિય વાનગી છે. જ્યારે પણ પૂછવામાં આવે કે શું બનાવું તો ટામેટા-બટાકાનુ શાક.
આ શાક રોટલી કે પૂરી સાથે ખૂબ જ સરસ લાગે છે. હું આ શાક હંમેશા કૂકરમાં જ બનાવું છું.

મને કઢી-ખીચડી સાથે આ શાક પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 3-4સમારેલા ટામેટા
  2. 5સમારેલા બટાકા
  3. 4 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1/2 ચમચીજીરૂ
  6. ચપટીહિંગ
  7. 1/2 ચમચીહળદર
  8. 1 ચમચીલાલ મરચું પાઉડર
  9. 1/2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  10. 1 ચમચીધાણાજીરૂ
  11. 1/2 ચમચીખાંડ (નાખવી હોય તો)
  12. સ્વાદાનુસાર મીઠું
  13. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ટામેટા લાલ અને કડક લેવા જેથી શાકનો રંગ સરસ આવે. ટામેટા અને બટાકા ધાઈને સમારી લો. કૂકરમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હીંગ ઉમેરો. હળદર અને 1/2 ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી હલાવો.

  2. 2

    હવે સમારેલા ટામેટા ઉમેરી બરાબર મિકસ કરી લો. 5 થી 7 મિનિટ સુધી થવા દો. જે થી ટામેટા સરસ ગળી જાય. પાણી ઉમેરવું નહિ. હવે બાકીના બધા મસાલા ઉમેરો બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે સમારેલા બટાકા ઉમેરીને 4 થી 5 ચમચી જ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો. ઢાંકણ ઢાંકી 2 સીટી વગાડી ગેસની ફ્લેમ મધ્યમ રાખી 5 મિનિટ બાદ ગેસ બંધ કરી લો.

  4. 4

    ઠંડુ થાય એટલે બરાબર મિક્સ કરી સમારેલી કોથમીર ઉમેરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes