વેજી ઓટ્સ ઉત્તપમ (Veggie Oats Uttpam Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week1
#Uttapam
#post2

બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ વાનગી છે.

બાળકોને વેજીટેબલ ખવડાવવું એ મોટા ભાગે દરેક મમ્મી માટે સહેલું નથી હોતું એટલે એ લોકોને આકર્ષવા માટે એક પ્રયાસ કર્યો અને સાથે ઓટ્સ ઉમેરી હેલ્ધી વાનગી બનાવી છે. જો ખીરૂ તૈયાર હોય તો એકદમ ઓછા સમયમાં બની જાય છે.

અને હું આ ખીરૂ થોડા વધારે પ્રમાણમાં બનાવી રાખું છું. જેથી ફટાફટ આ પ્રકારની વાનગી બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 થી 12 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપઓટ્સ
  2. 1 કપઈડલી ખીરૂ
  3. 1 કપઝીણા સમારેલા શાકભાજી (ટામેટા, ડુંગળી,ગાજર, કેપ્સિકમ)
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1/2 ચમચીસમારેલુ લીલું મરચું
  6. જરૂર મુજબ સમારેલી કોથમીર
  7. જરૂર મુજબ લાલ મરચું પાઉડર છાંટવા માટે
  8. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

10 થી 12 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખીરૂ માં ઓટ્સ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી મિનિટ સુધી રહેવા દો.બાકીની સામગ્રી ભેગી કરી લો.

  2. 2

    હવે તવી ગરમ થાય એટલે તેલ લગાવી દો. 1 થી 1+1/2 ચમચા જેટલું ખીરૂ રેડી ગોળ પાથરો. ઉપર બધા શાકભાજી ઉમેરીને કોથમીર, સમારેલું લીલું મરચું અને લાલ મરચું પાઉડર છાંટી લો. 2 થી 3 મિનિટ બાદ ફેરવી લેવુ.

  3. 3

    આ રીતે બધા ઉત્તપમ તૈયાર કરી લો અને નાળિયેરની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes