કાચા પપૈયા સલાડ (Raw papaya salad Recipe in Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

મારા ત્યાં આ કચુંબર ને ખાખરા સાથે ખવાય છે.બાકી તો જો ગાંઠિયા ફાફડા કે પાપડી મળી જાય તો આ કચુંબર સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે

#સપ્ટેમ્બર

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૩ લોકો
  1. ૨૫૦ ગ્રામ કાચું પપૈયું
  2. તીખા લીલા મરચા
  3. લીમડો
  4. લીંબુ
  5. ૧/૪ ટી સ્પૂનહળદર
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૧ ટી સ્પૂનખાંડ
  9. વઘાર માટે તેલ
  10. ૧/૨ ટી સ્પૂનરાઈ
  11. ૧/૪ ટી સ્પૂનજીરું
  12. ૧/૪ ટી સ્પૂનહિંગ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પપૈયા ની છાલ ઉતારી તેને છીણી લો

  2. 2

    પછી એક કડાઈ માં તેલ ઉમેરી તેમાં રાઈ અને જીરૂ નો વઘાર કરી તેમાં હિંગ,લીમડો,ઝીણા સમારેલા લીલાં મરચાં ઉમેરો.

  3. 3

    ત્યારબાદ છીણ ઉમેરી તેમાં મીઠું ઉમેરી બરાબર હલાવો.૨ મિનિટ તેને ચડવા દો

  4. 4

    ૨ મિનિટ પછી તેમાં હળદર,લાલ મરચું,ખાંડ,અને લીંબુ નો રસ ઉમેરો.બરાબર મિક્સ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes