ગાંઠિયા ટામેટાનું શાક (Ganthiya Tomato Shak Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

એકદમ સરળ રીતે બની જતું આ ગાંઠિયા- ટામેટાનું શાક સાથે જુવાર-બાજરી-રાગી મિક્સ લોટના રોટલા.

ટામેટા સરળતાથી મળી રહે છે અને દરેકના ઘરમાં હોય છે એટલે જ્યારે શું શાક બનાવવું એવો પ્રશ્ન થાય ત્યારે સરળતાથી અને ઝડપથી બની જતું આ ગાંઠિયા-ટામેટાનુ શાક.

આ શાક સામાન્ય રીતે જાડી સેવ ઉમેરી બનાવવામાં આવે છે. પણ મારા ઘરમાં આ શાક ગાંઠિયા ઉમેરી વધારે પસંદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામટામેટા
  2. 200 ગ્રામમોળા ગાંઠિયા
  3. 5 ચમચીતેલ
  4. 1+1/2 ચમચી કાશ્મીરી મરચું પાઉડર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1/2 ચમચીઆદુની પેસ્ટ
  9. 1 ચમચીરાઈ
  10. 1/2 ચમચીજીરૂ
  11. 1/4 ચમચીહિંગ
  12. 1 મોટી ચમચીતાજી મલાઈ/મોળું દહીં
  13. 1 ચમચીકસૂરી મેથી
  14. 1/4 ચમચીગરમ મસાલો
  15. 1 ચમચીખાંડ (નાખવી હોય તો)
  16. સ્વાદાનુસાર મીઠું
  17. સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ 1મોટા ટામેટા ની પ્યુરી બનાવી બાકીના ટામેટાના મોટા ટુકડા કરી લો. એક વાટકીમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ અને કાશ્મીરી મરચું પાઉડર લ‌ઈ 2 થી 3 ચમચી પાણી ઉમેરી બરાબર મિક્સ કરી પેસ્ટ બનાવી લો.

  2. 2

    એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, હીંગ અને હળદર ઉમેરો અને આદુની પેસ્ટ સાંતળી લો. હવે ટામેટા પ્યુરી ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે મસાલા વાળી પેસ્ટ ઉમેરો બરાબર મિક્સ કરી લો. 2 થી 3 મિનિટ બાદ સમારેલા ટામેટાં ઉમેરો.

  4. 4

    હવે મીઠું ઉમેરીને 5થી 7 મિનિટ સુધી થવા દો. હવે મલાઈ/ દહીં ઉમેરીને બરાબર મિક્સ કરી લો. મેં અહીં મલાઈ ઉમેરી છે.જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને ક્રીમી ટેક્ષ્ચર આવે છે.

  5. 5

    હવે કસૂરી મેથી અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો. સમારેલી કોથમીર ઉમેરો. હવે ગાંઠિયા ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  6. 6

    2 મિનિટ બાદ શાક બાઉલમાં કાઢી લો અને રોટલા સાથે સર્વ કરો.

  7. 7

    મેં અહીં જુવાર-બાજરી-રાગી નો લોટ મિક્સ કરી રોટલા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes