જૈન સેવ ટામેટાનું શાક સાથે કડક ભાખરી (Jain Sev Tomato Shak Kadak Bhakhri Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#ff1
જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અને ફટાફટ ચટપટું શાક બનાવવું હોય ત્યારે ટામેટા એ જૈન શાક નો સારો વિકલ્પ છે,

જૈન સેવ ટામેટાનું શાક સાથે કડક ભાખરી (Jain Sev Tomato Shak Kadak Bhakhri Recipe In Gujarati)

#ff1
જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય અને ફટાફટ ચટપટું શાક બનાવવું હોય ત્યારે ટામેટા એ જૈન શાક નો સારો વિકલ્પ છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૫ નંગટામેટા
  2. ૩ ટીસ્પૂનતેલ
  3. ૧ ટીસ્પૂનમીઠું
  4. ૧/૨ ટીસ્પૂનહળદર
  5. ૧ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  6. ૧ ટીસ્પૂનલાલ મરચું
  7. ૨ નંગ સમારેલા લીલાં મરચાં
  8. ૬ નંગ મીઠો લીમડો
  9. ૧ ટુકડોગોળ
  10. ૧ ટુકડોઆદુ
  11. ૧/૨ ટીસ્પૂનરાઈ
  12. ૧/૨ ટીસ્પૂનજીરુ
  13. ૧/૨ કપમોળી સેવ
  14. ૧/૨ ટીસ્પૂનકસુરી મેથી
  15. ભાખરી માટે
  16. ૧ કપ ઘઉંનો કરકરો લોટ
  17. ૧/૨ ટીસ્પૂનમીઠું
  18. ૧/૨ ટીસ્પૂનજીરુ
  19. ૩ ટીસ્પૂનતેલ
  20. ઘી લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં ટામેટાં ધોઇ લો, પછી મીડીયમ સાઇઝ ના કટકા કરી લો, મરચાં ઝીણાં સમારી લો

  2. 2

    કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું વઘાર કરી લો, ટામેટાં નો વઘાર કરી લો, મીઠું, હળદર નાખી થોડું પાણી ઉમેરીને ચઢવા દો

  3. 3

    ટામેટાં ચઢી જાય એટલે મસાલો કરી લો

  4. 4

    છેલ્લે ગોળ અને કસુરી મેથી નાખો, ભાખરી માટે ઘઉં નો કરકરો લોટ લઈ મીઠું મોવણ નાખી પરોઠા જેવો લોટ બાંધવો અને પંદર મિનિટ સુધી રહેવા દો પછી ભાખરી વણી લો અને શેકી લો, ઘી લગાડી લો

  5. 5

    ગરમ શાકમાં સેવ ઉમેરો અને ભાખરી, પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes