ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#Winter
#Cookpadindia
#Cookpadgujarati

ઊંધિયું એ એવી વાનગી છે જેનો ક‌ઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.

શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?

આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી.
અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છું
તમારૂં શું કહેવું છે.?

શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.
મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે.

ઊંધિયું (Undhiyu Recipe in Gujarati)

#Winter
#Cookpadindia
#Cookpadgujarati

ઊંધિયું એ એવી વાનગી છે જેનો ક‌ઈ પરિચય આપવાની જરૂર નથી હોતી કારણ કે ઊંધિયું અને શિયાળો બંને એકબીજાના પર્યાય બની જાય છે.

શિયાળાની ઋતુમાં શાકભાજી પૂરતા પ્રમાણમાં મળી આવે છે એટલે આ ઠંડીની ઋતુમાં ઊંધિયું બનાવીને ખાવાની મજા જ કંઇક અલગ છે અને સાથે જલેબી પછી તો પૂછવું જ શું?

આ બે વાનગી મળી જાય એટલે બીજી કોઈ વસ્તુની જરૂર નથી પડતી.
અને ઊંધિયું હું ઓછા સમયમાં ઓછા તેલમાં કૂકરમાં બનાવું છું અને ઓવનમા બેક પણ કરું છું
તમારૂં શું કહેવું છે.?

શિયાળાની શરૂઆત અને ઊંધિયું બનાવીને ખાવાની મજા પડશે.
મહેનત કરવી પડે છે પણ ખાવાની મજા પણ ખૂબજ આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. ➡️શાકભાજી
  2. 500 ગ્રામપાપડી
  3. 250 ગ્રામશક્કરીયાં
  4. 250 ગ્રામરીંગણ
  5. 250 ગ્રામબટાકા
  6. 250 ગ્રામરતાળુ
  7. 3કેળા
  8. મસાલા
  9. 2 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  10. 2 ચમચીઆદુની પેસ્ટ
  11. 1 ચમચીલસણની પેસ્ટ
  12. 1 ચમચીલાલ મરચું પાઉડર
  13. 1 ચમચીકાશ્મીરી મરચું પાઉડર
  14. 1+1/2 ચમચી હળદર
  15. 2+1/2 ચમચી ધાણાજીરૂ
  16. 1 ચમચીગરમ મસાલો
  17. 100 ગ્રામક્રશડ લીલાં વટાણા
  18. 100 ગ્રામશીંગદાણાનો ભૂકો
  19. 3 ચમચીનાળિયેરનું છીણ
  20. 2 ચમચીસૂકી દ્રાક્ષ
  21. 2 ચમચીકાજુ ટુકડા
  22. 1/2 કપતેલ +1 કપ તેલ
  23. 1+1/2 ચમચી તલ
  24. 1 ચમચીઅજમો
  25. 1 ચમચીહિંગ
  26. 1 ચમચીખાંડ
  27. 150 ગ્રામસમારેલું લીલું લસણ
  28. 100 ગ્રામસમારેલી કોથમીર
  29. સ્વાદાનુસાર મીઠું
  30. મુઠિયાં માટે
  31. 250 ગ્રામસમારેલી મેથી ની ભાજી
  32. 200 ગ્રામઘઉંનો લોટ
  33. 100 ગ્રામજુવારનો લોટ
  34. 5-7 ચમચીતેલ
  35. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  36. 1 ચમચીઆદુની પેસ્ટ
  37. 1/2 ચમચીહળદર
  38. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  39. 1/2 ચમચીખાંડ નાખવી હોય તો
  40. 1 ચમચીસમારેલું લીલું લસણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ બધા શાકભાજી સમારી ધોઈ લો. રતાળુ, શક્કરીયાં અને બટાકા તળી લો. એક બાઉલમાં 1/2 કપ તેલ તેમજ મસાલા માટેની સામગ્રી ભેગી કરી લો. 2-2 ચમચી કોથમીર અને લસણ અલગ રાખી મૂકવું.

  2. 2

    કૂકરમાં ધીમા તાપે 200 મિલી પાણી ગરમ થાય એટલે પાપડી ઉમેરો. હવે એક બાઉલમાં મસાલો બરાબર મિક્સ કરી લો. હવે કેળા ભરવા માટે 1 વાટકી મસાલો બાજુ પર મૂકી દો. રીંગણમા કાપા કરી મસાલો ભરી લો. હવે બાકીના મસાલા સાથે તળેલા બટાકા, શક્કરીયાં અને રતાળુ કૂકરમાં ઉમેરો. 1 કપ પાણી ઉમેરી દો.

  3. 3

    આ દરમિયાન મુઠિયાં તળી લો.

  4. 4

    હવે કેળા પણ ભરી લો અને અલગ પેનમાં 1 ચમચી તેલમાં 5 થી 7 મિનિટ માટે સાંતળો. હવે તળેલા મુઠિયાં કૂકરમાં ઉમેરી 1 કપ તેલ રેડવું. હળવે થી બરાબર મિક્સ કરી કૂકર બંધ કરી 2 સીટી વગાડી 5 મિનિટ સુધી ધીમા તાપે થવા દો. પછી ગેસ બંધ કરવો.

  5. 5

    ઠંડુ થાય એટલે અલગ વાસણમાં કાઢી લીલું લસણ અને કોથમીર ઉમેરો. અને સેવ તથા જલેબી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes