મગના શણગા(Sprouted mung sabji recipe in Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#GA4
#Week11

મગની દાળનું સેવન આપણે બધા કોઈને કોઈ રીતે જરૂર કરીએ છીએ પણ આજે હું અંકુરિત મગ ની રેસીપી પ્રસ્તુત કરું છું.
અંકુરિત એટલે કે ફણગાવેલા મગ જેમાં ઘણા બધા પોષક તત્વો જેવા કે મેગ્નેશિયમ,કોપર, રાઇબોફ્લોવિન,વિટામિન B, B6,C,ફાઇબર પોટેશિયમ,કેલ્શિયમ,આયર્ન અને પ્રોટીન રહેલા હોય છે. તેથી અંકુરિત મગ કે કોઈપણ અંકુરિત કઠોળનું સેવન સ્વસ્થ આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયક છે. તેમાં રહેલાએન્ટીમાઇક્રોબિયન અને એન્ટીઇનફ્લામેટ્રી ના ગુણ શરીરના ઈમ્યુનિટી પાવર ને વધારી રોગ પ્રતિકારક શક્તિ આપે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. 1 વાટકીમગ
  2. ચારથી પાંચ ગ્લાસ પાણી
  3. 1 ચમચીહળદર
  4. સ્વાદ અનુસારમીઠું
  5. દોઢ થી બે ચમચી કાશ્મીરી લાલ મરચું
  6. 3-4 ચમચીકિસમિસ
  7. 3-4 ચમચીટોપરા નો પાઉડર
  8. ૪-૫ નંગ લવિંગ
  9. 1કટકો તજ
  10. ત્રણથી ચાર ચમચી વઘાર માટે તેલ રાઈ એની અને હિંગ અને મીઠો લીમડો
  11. 2 ચમચીઆદુ મરચાં વાટેલા
  12. જરૂર મુજબ ગોળ
  13. ૧ નંગલીંબુ નો રસ
  14. શણગાર કરવા માટે કોથમીર ઝીણી સમારેલી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌથી પહેલા મગને દસથી બાર કલાક પાણીમાં પલાળી રાખો.ત્યારબાદ પાણી નિતારીને ચારણી જેવા વાસણમાં કે જેમાં હવાની અવર-જવર થઇ શકે તેવા વાસણમાં ઢાંકીને રાખો.અને મગને હુંફાળી જગ્યામાં રાખવા જેથી તેના કોટા ખુબ સરસ નીકળી આવશે.

  2. 2

    હવે અંકુરિત થયેલા મગને પ્રેશરકુકરમાં ત્રણથી ચાર ગ્લાસ પાણી ઉમેરી તેમાં હળદર મીઠું નાખી અને બે સીટી વગાડો.હવે મગ બફાઈને તૈયાર થાય એટલે તેને ધીમા ગેસ પર ઉકળવા દો. જેથી કરીને મગ ના બધા જ ફોતરા પાણી પર તરતા એક તરફ આવી જશે જેને નીકાળી લો.

  3. 3

    હવે ઉકળતા મગમાં આદુ મરચા કિસમિસ ગોળ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરો.હવે વઘાર માટે તેલ ગરમ મૂકી તેમાં તજ લવિંગ રાઈ મીઠો લીમડો હિંગ અને લાલ મરચાંનાં પાઉડર નો વઘાર મગ ઉપર રેડો અને ટોપરાના પાઉડર અને કોથમીરથી સજાવીને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes