કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#MW2

કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે.

કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe in Gujarati)

#MW2

કાજુ અને પનીર એ બંને વસ્તુ દરેકને ભાવતી હોય છે. પનીર વડે પંજાબી સબ્જી મોટા ભાગે મારા ઘરે બનતી હોય છે. આજે કાજુ ઉમેરી #કાજુ_પનીર_મસાલા સબ્જી જે ગાર્લિક વ્હીટ લછ્છા પરાઠા પાપડ અને સલાડ સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. ➡️ ગ્રેવી માટે
  2. 3મોટા સમારેલા ટામેટા
  3. 2નાની સમારેલી ડુંગળી
  4. 10-12કાજુ
  5. 2 ચમચીમગજતરી
  6. 1 ચમચીખસખસ
  7. 1મોટો ટુકડો આદુ
  8. 8-10કળી લસણ
  9. 1લીલું મરચું
  10. 1 ચમચીજીરૂ
  11. 2આખી ઈલાયચી
  12. 1નાનો ટુકડો તજ
  13. તમાલપત્ર
  14. 3 ચમચીતેલ
  15. ➡️ અન્ય સામગ્રી
  16. 150 ગ્રામપનીર
  17. 150 ગ્રામકાજુ
  18. 1/2 કપસમારેલું કેપ્સિકમ
  19. 1/2ઝીણી સમારેલી ડુંગળી
  20. 2 ચમચીલાલ મરચું પાઉડર
  21. 1/2 ચમચીહળદર પાઉડર
  22. 1 ચમચીધાણાજીરૂ
  23. 1 ચમચીગરમ મસાલો
  24. 2 ચમચીપંજાબી ગ્રેવી મસાલો
  25. તમાલપત્ર
  26. 1 ચમચીકસૂરી મેથી
  27. 1 ચમચીમલાઈ
  28. 1 ચમચીસમારેલી કોથમીર
  29. 3 ચમચીબટર
  30. 4 ચમચીતેલ
  31. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક પેનમાં 2 ચમચી બટર ઉમેરી કાજુ 3 થી 4 મિનિટ માટે ધીમા તાપે સાંતળી લો. કાજુ, મગજતરી અને ખસખસ 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.

  2. 2

    હવે એક પેનમાં 3 ચમચી તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, તજ, ઈલાયચી, તમાલપત્ર ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે ડુંગળી ઉમેરો 2 થી 3 મિનિટ બાદ ટામેટા આદુ,લસણ અને લીલું મરચું ઉમેરી 10 થી 12 મિનિટ સુધી ઢાંકીને થવા દો.

  3. 3

    હવે મિક્સર જારમાં આ મિશ્રણ અને પલાળેલા કાજુ, મગજતરી અને ખસખસ ઉમેરી પેસ્ટ બનાવી લો.

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ઉમેરો અને ડુંગળી ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી સાંતળો પછી તેમાં કેપ્સિકમ ઉમેરી 2 થી 3 મિનિટ સુધી થવા દો. હવે તેમાં ગ્રેવી પેસ્ટ અને મસાલા ઉમેરી બરાબર મિકસ કરી ઢાંકીને 10 મિનિટ સુધી થવા દો.

  5. 5

    તેલ છુટું પડે એટલે તેમાં ફ્રાય કરેલા કાજુ અને પનીરના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી 1 કપ પાણી ઉમેરી 5 મિનિટ સુધી થવા દો. હવે 1 ચમચી બટર, કસૂરી મેથી અને કોથમીર ઉમેરો.

  6. 6

    હવે મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી સર્વીંગ ડીશમા કાઢી સર્વ કરો. અહીં મેં ગાર્લિક લછ્છા પરાઠા, પાપડ અને સલાડ સાથે સર્વ કર્યું છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes