ધઉંની સેવની લાપસી કૂકરમાં (Wheat Sev Lapsi In Cooker Recipe In Gujarati)

હોળીના દિવસે આપણે વિવિધ પ્રકારના શ્રીખંડ તો ખાઈએ છીએ પણ આજે હું આ એક વિસરાતી વાનગી લઈને આવી છું.
વિસરાઇ જતી વાનગી આ ઘઉંની સેવની લાપસી જે હોળીના દિવસે આપણા ઘરમાં બનતી જ હોય છે. હોળીના દિવસે આ ઘઉંની સેવ પાણીમાં બોઈલ કરી ઉપર દળેલી ખાંડ અને ઘી ઉમેરી ખાવામાં આવે છે.
પણ હવે બાળકોને સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં સેવની લાપસી કૂકરમાં બનાવી છે.
જે એકદમ સરળ રીતે અને સરસ બની છે.
ધઉંની સેવની લાપસી કૂકરમાં (Wheat Sev Lapsi In Cooker Recipe In Gujarati)
હોળીના દિવસે આપણે વિવિધ પ્રકારના શ્રીખંડ તો ખાઈએ છીએ પણ આજે હું આ એક વિસરાતી વાનગી લઈને આવી છું.
વિસરાઇ જતી વાનગી આ ઘઉંની સેવની લાપસી જે હોળીના દિવસે આપણા ઘરમાં બનતી જ હોય છે. હોળીના દિવસે આ ઘઉંની સેવ પાણીમાં બોઈલ કરી ઉપર દળેલી ખાંડ અને ઘી ઉમેરી ખાવામાં આવે છે.
પણ હવે બાળકોને સહેલાઈથી ખવડાવી શકાય એટલે મેં અહીં સેવની લાપસી કૂકરમાં બનાવી છે.
જે એકદમ સરળ રીતે અને સરસ બની છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કૂકરમાં ઘી ગરમ થાય એટલે તેમાં સેવ ઉમેરો અને મધ્યમ તાપે સોનેરી રંગની થાય અને સુગંધ આવે ત્યા સુધી શેકી લો. બીજા ગેસ પર પાણી ગરમ કરવા મૂકવું.
- 2
હવે ગરમ પાણી સાચવીને ઉમેરો. 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દો. હવે કૂકરનુ ઢાંકણ બંધ કરી પ્રથમ 2 સીટી વગાડી લો અને ગેસની આંચ ધીમી કરી 5 મિનિટ સુધી થવા દો. હવે ગેસની આંચ ફાસ્ટ કરી 1 સીટી વગાડી ગેસ બંધ કરી દો.
- 3
કૂકર ઠંડુ થાય એટલે ઢાંકણ ખોલી જોઈ લો સેવ એકદમ સરસ ચડી ગઈ છે. હવે ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી 5 થી 7 મિનિટ સુધી થવા દો.
- 4
ખાંડ નું પાણી બળી જાય એટલે તેમાં ડ્રાય ફ્રુટ કતરણ, કિશમિશ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને બાઉલમાં કાઢી લો. આ લાપસી 3-4 દિવસ સુધી રાખી શકો છો.
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી (કૂકરમાં બનાવેલ) (Lapsi In Cooker Recipe In Gujarati)
#સામાન્ય રીતે શુભ પ્રસંગે કે સારા દિવસે મોં મીઠું કરવા માટે કંઈક ગળ્યું બનાવે છે અને આજે તો અખા ત્રીજ. અમારે ત્યાં આ દિવસે ઘઉંના ફાડાની લાપસી રાંધીએ છે. આ લાપસી કૂકરમાં બનાવેલ છે એટલે વાંરવાર હલાવવું કે ચોંટશે નહિ. તેમજ એકદમ દાણાદાર થશે. Urmi Desai -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#મોમ ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવારે ફાડા લાપસી બને જ છે. આજે જે રેસિપી શેર કરવા જઈ રહી છુ તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે.લાપસી મેં કુકરમાં બનાવી છે. મારી મમ્મી અને સાસુમા બંને અમારી માટે બનાવતાં.ઘરમાં નાના મોટાં સૌને ખૂબ ભાવે છે એટલે મેં પણ આજે લાપસી બનાવી લીધી.😊❤❤ Komal Khatwani -
ફાડા લાપસી
#VN#ગુજરાતીગુજરાતી ના ઘર માં લાપસી વગર નો શુભ પ્રસંગ કે તહેવાર અધુરો છે.... અને મારા ઘર માં બધા ને ભાવે છે... લાપસી ફાડા ની અને કકરા લોટ ની બન્ને ની બને છે મે ફાડા ની લાપસી બહું જ સરળ રીતે બનાવી છે તમે લોકો પણ જરુર આ રીતે બનાવજો. Hiral Pandya Shukla -
અમૂલ પ્રોટીન ચોકલેટ લાપસી (Amul protein chocolate lapsi recipe in gujarati language)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ#weak2#માઇઇબુક#પોસ્ટ13લાપસી એ આપણી એક ગુજરાતી વાનગી છે જે ઘઉંના લોટમાં થી બનાવી છીએ તો આજે હું અમૂલ પ્રોટીન ચોકલેટ પાઉડર નાખી ને બનાવાની છું આ "અમૂલ પ્રોટીન ચોકલેટ લાપસી" નાના અને મોટા બધાને જ ભાવે એવી છે તો તમે પણ જરૂર થી આ લાપસી બનાવજો. Dhara Kiran Joshi -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dry fruit shreekhand recipe in gujarati)
#trend2 #શ્રીખંડશ્રીખંડ એ દહીં માંથી બનતી સ્વીટ છે. જે ખૂબ જ સરળતાથી અને ઈઝીલી બની જાય છે.આમ તો શ્રીખંડ ઉનાળામાં વધારે ખવાય છે પણ એ ઓલ ટાઇમ ફેવરિટ સ્વીટ છે. દહીં માં લેકટોબેસીલસ સારા એવા પ્રમાણમાં હોય છે જે ડાઈજેસ્ટીવ સિસ્ટમ ને સારી રાખવામાં મદદ કરે છે. Tatvee Mendha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#sweetdishનાના-મોટા શુભ પ્રસંગમાં બનતી ગુજરાત ની પરંપરાગત લાપસી નો વટ હજી હેમખેમ છે. પ્રસંગમાં ભલે ગમે તેટલી મીઠાઈઓ બને પણ ઘરે લાપસી નું શુકન તો કરવું જ પડે. Neeru Thakkar -
ગરમાળુ (Garmaru Recipe In Gujarati)
દાદી નાની ના વખતની વિસરાતી જતી વાનગી માં ની આ એક વાનગી છે . ગરમાળુ ગરમ ગરમ સર્વ કરી શકાય અને ઠંડું પણ સર્વ કરી શકાય.નાના મોટા બધા ને ભાવતી વાનગી છે. Sonal Modha -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#DFTધનતેરસને દિવસે મા લક્ષ્મી ની પ્રસાદી છે એટલે સ્વાદિષ્ટ ફાડા લાપસી અથવા કંસાર Ramaben Joshi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
કુકર ની લાપસી (Cooker Lapsi Recipe In Gujarati)
#HRગુજરાતી ઓના ઘર માં લાપસી એ દરેક સારા પ્રસંગ માં કે તહેવારો માં બનતી જ હોય છે ઘણી વાર ઉતાવળ હોય તો હું આ રીતે કુકર માં બનાવું છૂ જે ઝડપથી અને છૂટી બને છે અમારે ત્યાં હોળી ને દિવસે રાત્રે લાપસી બને છે હોળી પૂજન અને દર્શન પછી એકટાણા માં લાપસી લેવા માં આવે છે Dipal Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
નૈવેદ લાપસી
#મોમજ્યારે નૈવેદ કરવાના હોય અને મમ્મી ના હાથ ની લાપસી બને ત્યારે ડબલ મીઠાશ આવતી .આજે હું પણ મમ્મી ની રીત થી લાપસી બનાવું છું . Keshma Raichura -
લાપસી (Lapsi Recipe in Gujarati)
#Famકચ્છ ની કુળદેવી માં આશાપુરા ને નૈંવધ માં લાપસી ધરવા મા આવે છે. આ લાપસી બધાજ ગુજરાતી ના ઘરે બનતી સ્વીટ વાનગી છે. ખાસ તો અશોસુદ નવરાત્રી માં આ વાનગી બનાવામાં આવે છે ઘરે સારા પ્રસંગે લાપસી બનાવા માં આવે છે લાપસી બનાવા માટે ઘઉં ને શેકી તેને પીસી ને તેમાં ઘી, ગોળ વાળું પાણી ઉમેરી બનાવા માં આવે છે.લાપસી ઘણી રીતે બનાવમાં આવે છે. કોઈ એક ડારું લોટ ,ઘઉં ના ફડા, બે ડારું લોટ, ની બનાવે છે.કોઈ કડાઈ માં તો કઈ કૂકર માં બનાવે છે.લાપસી અમારા ઘર ની ફેમસ સ્વીટ વાનગી છે.અમારા ઘર ની લાપસી નાના મોટા બધા જ લોકો ને ભાવે છે... Archana Parmar -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB #week10. આજે રથયાત્રા છે એટલે ભગવાનને પ્રસાદ બનાવવા માટે મેં ફાડા લાપસી જ બનાવી છે ભગવાનનો પ્રસાદ હોય એને ફાડા લાપસી નો સ્વાદ પણ કંઈ અલગ અલગ જ આવે છે ફાડા લાપસી બનાવી છે ફક્ત દસ જ મિનિટમાં અમારી ફાડા લાપસી રેડી થઈ ગઈ છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#EBWeek - 10ફાડા લાપસીYe Dil ❤ Na Hota BecharaaaaaKadam Na Hote Aawara....Jo Yummy BROKEN WHEAT HALWA Banaya Na Hota..... આજે ફાડા લાપસી થોડા twist સાથે બનાવી છે.... તો...... ચાલો..... Ketki Dave -
લાપસી (Lapsi Recipe In Gujarati)
આપણે ગુજરાતી ઘર માં કોઈ પણ સારો પ્રસંગ હોય એટલે લાપસી સૌ પ્રથમ બને જ. લાપસી આપણાં ગુજરાતી ની ઓળખ છે. દિવાળી માં પણ ધનતેરસ નાં દિવસે પ્રસાદ માં લાપસી જ બને.#GA4#Week4 Ami Master -
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીલાપસી, લાડુ, ઓરમું, કંસાર વગેરે વિસરાતી વાનગીઓ છે. આજે પણ આ મિષ્ટાનનું ચલણ ઓછુ થઈ ગયું છે. આપણાં culture ની જાળવણી માટે, નવી generation ને આ બધી રેસીપી શીખવા માટે ઘરે બને અને તેનું આગવું મહત્વ સમજાવવું જરૂર છે.આજે બેસતા મહિના નિમિત્તે લાપસી થાળમાં ધરવા બનાવી સાથે મગ, બટેટાનું શાક, ભાત અને રોટલી પણ ધર્યા. Dr. Pushpa Dixit -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MAફાડા લાપસીJeena Jeena ...Udda GulalMayi Teri Chunariya LahrayiRang Teri Reet Ka...Rang Teri Preet Ka......Mayi Teri Chunariya Laherayi... માઁ તે માઁ......HAPPY MOTHER'S DAY ..... મને યાદ છે... મારી માઁ ને ફાડા લાપસી ખૂબ જ ભાવે.... મમ્મી ની Birthday ના દિવસે અમારા ઘરે ફાડા લાપસી જરૂર બનતી. Maa I love you.... I miss You...😥🌹🥰🥰🥰 Ketki Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10 શુભપ્રસંગ માં અને નાના મોટા તહેવાર માં બનતી પારંપારિક ગુજરાતી વાનગી છે. કેસર,ઈલાયચી,તજ,લવિંગ અને સૂકામેવાથી બનેલ વાનગી સ્વાદ અને સુગંધ ખૂબ સરસ આપે છે. ભગવાન ના પ્રસાદ માટે પણ તેનો ઉપયોગ થાય છે.આજે અષાઢી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથ માટે પ્રસાદ તરીકે બનાવી છે.આ લાપસી ઝટપટ બને તે માટે કૂકરમાં બનાવી છે. Bhavna Desai -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#DIWALI2021Post 5Dil ❤ Jane jigar BROKEN WHEAT HALWA pe Nisar Kiya hai...Pyar kiya Hai re Use Pasand Kiya Hai બાટ (ફાડા લાપસી) BROKEN WHEAT HALWA Ketki Dave -
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4 #Week15Jaggery special(ગોળ)ગુજરાતી ને ત્યાં શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવવામાં આવે છે. લાપસી માં ગોળવાળી છૂટી લાપસી બનાવવાની રીત જોઈએ. Chhatbarshweta
More Recipes
ટિપ્પણીઓ (7)