ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#MA
આ ફરસીપૂરી અમારા અનવલાઓ ની ઓળખ કહો તો ચાલે દરેક શુભ પ્રસંગે બનાવાય છે. હું આ પૂરી મારી મમ્મી પાસે શીખી છું. આજે મારી મમ્મી કરતા પણ સરસ બને છે. મોંમાં મૂકે એટલે ઓગળી જાય એવી છે આ પૂરી. મારી રેસીપી થી તમે પણ જરૂર બનાવાજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામરવો
  2. 150 ગ્રામમેંદો
  3. 200 ગ્રામઘી
  4. 1 ટેબલસ્પૂનમરી વાટેલા
  5. 1/2 ટેબલસ્પૂનજીરૂ વાટેલા
  6. 1 ચમચીમીઠું
  7. 1 કપપાણી
  8. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો અને મેંદો ચાળી લ્યો હવે એમાં મરી, જીરૂ, મીઠું ઉમેરી મિક્સ કરી, તાવેલું ઘી ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધો. લોટ ને 20 મિનિટ ઢાંકી રાખો. હવે લૂવા કરી લ્યો થોડી જાડી એવી પૂરી વાણી ચમચી થી પૂરી મા કાપા પાડી દો.

  3. 3

    બધી પૂરી થઈ જાય એટલે તેલ માં મિડિયમ તાપે પૂરી તડી લ્યો પૂરી ધીમા કે મિડિયમ તાપે તળવી ફાસ્ટ ફ્રેમ પર પૂરી વચ્ચે થી કાચી રહે છે.

  4. 4

    હવે ઉલટ પૂલટ કરી પૂરી ગુલાબી એવી તડી લ્યો બધી પૂરી આજ રીતે તૈયાર કરી ઠંડી પડે એટલે ડબ્બા મા ભરી દો. પછી મન થાય ત્યારે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes