પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.

આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે.

પનીર સ્ટફ્ડ કુલચા (Paneer Stuffed Kulcha Recipe In Gujarati)

પનીર એ દરેક વ્યક્તિને ભાવતી હોય છે. પનીર ની સબ્જી પણ દરેક વ્યક્તિને ભાવતી હોય છે.

આજે મેં અહીં પનીર ને સ્ક્રમ્બલ કરી મસાલા ઉમેરી સ્ટફીંગ બનાવી કુલચા બનાવ્યા છે. જે સબ્જી- રોટી નું કોમ્બિનેશન બની સીંગલ ડીશ તરીકે પણ બનાવી શકાય છે. મેં અહીં માખણની છાશમાંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ➡️ કુલચા માટે
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 કપમેંદો
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. 1/4 કપદહીં
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીમીઠું
  8. 2 ચમચીબટર
  9. ➡️ સ્ટફીંગ માટે
  10. 100 ગ્રામપનીર
  11. 1ઝીણી સમારેલી ડુંગળી
  12. 1 ચમચીકાપેલા લીલાં મરચાં
  13. 1/4 ચમચીગરમ મસાલો
  14. 1/2-1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 2 ચમચીસમારેલી કોથમીર
  16. 1 ચમચીચીલી ફ્લેક્સ
  17. 1 ચમચીઓરેગાનો
  18. 1/2 ચમચીચાટ મસાલો
  19. સ્વાદાનુસાર મીઠું
  20. કલોંજી
  21. સમારેલું લસણ
  22. ડુંગળી
  23. કોથમીર ઉપર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં કુલચાનો લોટ માટેની સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી કુલચાનો લોટ બાંધી બટર ઉમેરી બરાબર મસળીને 30 થી 40 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    હવે સ્ટફીંગ માટે એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી બરાબર મિક્સ કરી લો. માખણ કાઢી લીધા પછી છાશ માંથી બનાવેલ મસાલા પનીર નો ઉપયોગ કર્યો છે. જેમાં મરી, જીરૂં, કોથમીર ઉમેરીને પનીર બનાવ્યું છે.

  3. 3

    હવે કુલચાનો લોટ એક વાર બરાબર મસળીને લુઆ કરી લો. હવે લોટ લઈ હાથ વડે ફેલાવી વચ્ચે સ્ટફીંગ મૂકી બધી બાજુથી બંધ કરી લો.

  4. 4

    હવે હળવા હાથે વણી લો. ઉપર કલોંજી, લસણ, લાલ મરચું પાઉડર અને કોથમીર ભભરાવી પાણી વાળા હાથ વડે દબાવી દો.
    હવે કુલચાની બીજી બાજુ પાણી લગાડી ગરમ તવા પર મૂકી દો.

  5. 5

    2 મિનિટ બાદ તવી ગેસ પર ઊંધી કરી કુલચાને બધી બાજુથી બરાબર શેકી લો.

  6. 6

    હવે તવી સીધી કરી તવેતાથી સહેલાઈથી કુલચાને ફેરવી ઉતારી લો. ઉપર માખણ લગાવી લો.

  7. 7
  8. 8

    કુલચા શેકાઈ જાય એટલે ઉપર બટર લગાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes