ઇન્સ્ટન્ટ કોપરા પાક (Instant Kopra Paak Recipe In Gujarati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. 2 કપસૂકા કોપરા ની છીણ
  2. 1 કપમલાઈ સાથે દૂધ
  3. 1 કપથી થોડી ઓછી ખાંડ
  4. 1/2 ચમચીઘી
  5. બદામ, પિસ્તા ની કતરાણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લ્યો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં દૂધ અને ખાંડ ઉમેરી ખાંડ ઓગાળી ચાસણી બનાવો.ગેસ ની ફ્રેમ ફૂલ રાખી સતત હલાવતા જવું. લગભગ 5 મિનિટ મા પરફેક્ટ ચાસણી થાય છે.હાથ મા લો ને તપાસી જોવું. મધ જેવી થવા દેવી.

  2. 2

    હવે ગેસ ધીમો રાખી એમાં કોપરા ની છીણ ઉમેરી મિક્સ કરી લ્યો 1 મિનિટ સુધી થવા દો એટલે બધું સરસ મિક્સ થાય અને પેન છોડવા લાગે છે એટલે ગેસ પરથી ઊતારી લો અને ઘી થી ગ્રીસ કરેલી નાની થાડી મા થાળી લ્યો બદામ, પિસ્તા ની કતરણ ભભરાવી પછી કાપા પાડી 7 મિનિટ રેહવા દો. હવે કોપરા પાક તૈયાર છે. ટુકડા કાપી સર્વ કરો.પ્રસાદ મા પણ ધરાવી શકાય.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes