રાજસ્થાની કોપરા ના લાડુ (Rajasthani Kopra Ladoo Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

રાજસ્થાની કોપરા ના લાડુ (Rajasthani Kopra Ladoo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 loko mate
  1. 1 નાની વાડકીકોપરા નું છીણ
  2. 3 નાની વાડકીદૂધ
  3. 1 ચમચીમલાઈ
  4. 1 નાની વાડકીમોરસ (ખાંડ)
  5. 1 ચમચીઘી
  6. 1 ચમચીવાટેલી ઈલાયચી
  7. 3 નંગબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક તાવડી લો. તેમાં ઘી ઉમેરો. ઘી ગરમ થાય એટલે કોપરા નું છીણ ઉમેરો. જે કોપરાના છીણ ની વાટકી છે એજ બધા ના માપ માટે લેવી.

  2. 2

    કોપરાનું છીણ શેકઈ જાય એટલે એમાં દૂધ ઉમેરો. હવે દૂધ થોડુંક બળી જાય એટલે એમાં મલાઈ ઉમેરો. હવે દૂધ અને મલાઈ બંનેઉ બળે ત્યાં સુધી તેને હલાવો.

  3. 3

    હવે તેમાં મોરસ (ખાંડ) ઉમેરો. હવે પાછુ તેને હલાવો. હવે બધું પાણી બળે ત્યાં સુધી તેને હલાવતા રહેવું.

  4. 4

    હવે એકદમ થીક થઇ જશે. તો તૈયાર છે કોપરાના લાડુ નું મિશ્રણ. હવે થોડીવાર ઠંડુ પડવા દો. ઠંડુ થઇ જાય પછી તેમાં વાટેલી ઈલાયચી નાખો. હવે તેને એક ડીશ માં કાઢી લો. હવે તેમાં બદામ ની કતરણ પણ ઉમેરો. હવે તેને હલાવી દો. હવે તેને લાડુ ની જેમ વાળી લો. તો તૈયાર છે રાજસ્થાની કોપરાના લાડુ. તેને સર્વિન્ગ બાઉલ માં સર્વ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes