સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સુપર રેસિપી ઓફ જુલાઈ
#JSR : સાદી ખીચડી
ખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા .

સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)

સુપર રેસિપી ઓફ જુલાઈ
#JSR : સાદી ખીચડી
ખીચડી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. કચ્છી લોકો ના ઘરમાં દરરોજ સાંજે ખીચડી બને . હું પણ કચ્છી ખીચડી બનાવું. ૩ ભાગ મગ અને ૧ ભાગ ચોખા .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીચોખા
  2. ૩ વાટકીમગની ફોતરા વાળી દાળ
  3. ૫/૬ સૂકી મેથી ના દાણા
  4. ૩ ગ્લાસપાણી / વધતું ઓછું થઈ શકે
  5. ૧ ચમચીમીઠું
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૧/૨ ટી સ્પૂનમરી પાઉડર
  8. ૧/૪ ટી સ્પૂનહિંગ
  9. / ૫ ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ દાળ ચોખા મિક્સ કરી સરસ રીતે ધોઈ લેવા. ૫/૭ મીનીટ પલાળી રાખવા.મેથી ના દાણા પણ સાથે નાખી દેવા.તપેલી ને ગેસ ઉપર મૂકી હવે તેમાં ૩ ગ્લાસ પાણી નાખવું ‌.
    ખીચડી તપેલીમાં ધીમા તાપે બહું જ સરસ બને છે. કુકરમાં બનાવી એ તે થોડી ચિકણી થાય.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા નાખી દેવા અને એક ચમચી ઘી પણ નાખી દેવુ.

  3. 3

    એક બે ઉભરા આવે ત્યાં સુધી ગેસ ફાસ્ટ રાખવો પછી ગેસ ધીમો કરી ઢાંકણ ઢાંકી ને ખીચડી ને ધીમા તાપે ચડવા દેવી. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરવું.
    નોંધ: ખીચડી જ્યારે ચડતી હોય ત્યારે હલાવવી નહી.
    તૈયાર થઈ જાય પછી તેમાં ઘી નાખી ને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવી.
    આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે ખીચડી હલાવી બગડે અને દિકરી લડાવી બગડે.

  4. 4

    Serving બાઉલમાં કાઢી ઉપર ઘી નાખી ને સર્વ કરવી.
    તો તૈયાર છે
    ગરમા ગરમ
    સાદી ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
Wahh..joi nej tuti padvanu man thay ..etli saras 💕🥰😋👌🏻👌🏻👍🏻

Similar Recipes