જુવાર ચોખાનું ખીચું (Sorghum Riceflour Khichu Recipe In Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

રવિવારની વરસાદી ઋતુમાં ગરમાગરમ પૌષ્ટિક ખીચું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.....સાથે કાચું શીંગ તેલ અને અથાણાં નો મસાલો હોય પછી જલસો પડી જાય..😋

જુવાર ચોખાનું ખીચું (Sorghum Riceflour Khichu Recipe In Gujarati)

રવિવારની વરસાદી ઋતુમાં ગરમાગરમ પૌષ્ટિક ખીચું મળી જાય તો બીજું કંઈ ના જોઈએ.....સાથે કાચું શીંગ તેલ અને અથાણાં નો મસાલો હોય પછી જલસો પડી જાય..😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપજુવારનો લોટ
  2. 2 કપચોખાનો લોટ
  3. 5 કપપાણી
  4. 2 ચમચીજીરું
  5. 2 નંગલીલા સમારેલા મરચા
  6. 2 ચમચીકોથમીર
  7. 2 ચમચીશીંગ તેલ
  8. 1 ચમચીપાપડ ખારો/સોડા બાય કાર્બ
  9. જરૂર મુજબ મીઠું
  10. સર્વ કરવા:-
  11. શીંગ તેલ
  12. અથાણાં નો મસાલો
  13. મોળા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જુવાર અને ચોખાના લોટને ચાળીને એક પરાત માં લઇ લો. એક જાડા તળિયા વડી કડાઈ માં આપેલ માપ મુજબ પાણી, મીઠું, જીરું ઉમેરી ગેસ પર ઉકળવા મુકો.પાણી ઉકળે એટલે તેમાં બે ચમચી તેલ અને પાપડ ખારો અથવા કુકિંગ સોડા ઉમેરી ગેસ ની ફ્લેમ એકદમ સ્લો કરો.

  2. 2

    હવે જુવાર અને ચોખાનો લોટ મિક્સ કરી ઉકળતા પાણીમાં થોડો થોડો ઉમેરતા જાવ અને વેલણ વડે ચલાવતા જાવ.બરાબર મિક્સ થઈ જાય અને ગાંઠા ન રહે એ રીતે ઢાંકીને સ્લો ફ્લેમ પર સિઝવા મુકો..પાંચ સાત મિનિટ પછી ફરી વેલણથી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકીને રાખો...બે મિનિટ પછી ખીચું તૈયાર થઈ જશે તેલ અથાણાં ના મસાલા અને મોળા મરચા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

Similar Recipes