શેર કરો

ઘટકો

1કલાક
4 વ્યક્તિ
  1. 200 ગ્રામવટાણા સફેદ (કઠોળ)
  2. 1 નંગબટાકુ (બાફેલુ)
  3. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  4. 1 નંગડુંગળી
  5. 3 tbspતેલ
  6. 1/2 ચમચી જીરું
  7. 1/2 ચમચી હિંગ
  8. 1તજ નો ટુકડો
  9. 1તમાલપત્ર
  10. 2 નંગસૂકા લાલ મરચા
  11. 1ડાળી મીઠો લીમડો
  12. 1 ચમચીલીંબુ નો રસ
  13. 1 ચમચીમરચું પાઉડર
  14. 1 ચમચીધાણાજીરું પાઉડર
  15. 1/2 ચમચી હળદર પાઉડર
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. મીઠું સ્વાદ મુજબ
  18. લીલી ચટણી જરૂર મુજબ
  19. લસણ ચટણી જરૂર મુજબ
  20. મસાલા બી જરૂર મુજબ
  21. પેટીસ બનાવા માટે :-
  22. 6 નંગબાફેલા બટાકા
  23. 1/2 વાટકી તપકીર
  24. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  25. કોથમીર
  26. મીઠું સ્વાદ મુજબ
  27. તેલ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌથી પહેલા વટાણા અને બટાકા બાફી લેવા.

  2. 2

    ત્યાર પછી એક પેન માં તેલ મૂકી તેમાં જીરું,સુકા લાલ મરચા, તમાલપત્ર અને તજ નાખી ને હિંગ એડ કરી ને લીમડો મૂકી ને ડુંગળી, આદુ મરચા ની પેસ્ટ અને બાફેલા વટાણા નો વઘાર કરવો.

  3. 3

    ત્યાર પછી તેમાં બાફેલા બટાકા નો માવો કરી તેમાં બધા જ મસાલા એડ કરી ને થોડું પાણી એડ કરી મિક્સ કરી ને વટાણા ની સાથે એડ કરી લેવું.તો રગડો તૈયાર છે.

  4. 4

    હવે પેટીસ માટે એક પ્લેટ લઇ તેમાં બટાકા ને મેસ કરી લઇ તેમાં આદુ મરચા ની પેસ્ટ, તપકીર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ને મિક્ષ કરી ને નાની પેટીસ વારી લેવી અને એક નોનસ્ટિક પેન માં તેલ મૂકી સેલોફ્રાય કરી ગોલ્ડન બ્રાઉન થઇ તેવી સેકી લેવી તો તૈયાર છે પેટીસ.

  5. 5

    હવે એક પ્લેટ માં રગડો એસી કરી તેના પર પેટીસ મૂકી તેના પર લીલી ચટણી, લસણ ની ચટણી અને મસાલા બી થી ગાર્નીસ કરી ને રગડા પેટીસ તૈયાર કરવા. તો તૈયાર છે રગડા પેટીસ 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes