આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)

હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે.
આલુ મટર પરાઠા (Aloo Matar Paratha Recipe In Gujarati)
હાલ શિયાળામાં લીલા વટાણા ખૂબ સરસ મળે છે. રસોઈ માં વટાણાનો ઉપયોગ ઘણી રીતે કરીએ છીએ. આજે વટાણા અને બટાકા વડે નાસ્તા માટે અથવા સાંજના સમયે હળવુ ખાવા માટે સરળતાથી બનાવી શકાય એવા આલુ મટર પરાઠા બનાવ્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માટેની સામગ્રી લઇ પરાઠા માટે લોટ બાંધી લો અને ઢાંકી દો.
- 2
એક પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, હિંગ, લીમડાના પાન, સમારેલું મરચું ઉમેરી ૨ મિનિટ માટે સાંતળો. હવે સમારેલી ડુંગળી ઉમેરીને ૩ થી ૫ મિનિટ સુધી સાંતળવું. હવે આદું મરચાં અને લસણની પેસ્ટ, મેગી મસાલા, હળદર પાઉડર, ધાણાજીરૂ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે બાફેલા વટાણા ઉમેરીને લાકડાની સ્પેચુલા વડે બરાબર મિક્સ કરી લો.
- 4
હવે સ્મેશ કરેલા બાફેલા બટાકા અને સમારેલી કોથમીર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 5
હવે પરાઠાનો લોટ લઈ વચ્ચે સ્ટફીંગ મૂકી બંધ કરી પરાઠા વણીને તેલ / ઘી સાથે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકી લો.
Similar Recipes
-
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
મટર મેથી પરાઠા (Matar Methi Paratha Recipe In Gujarati)
આલુ પરાઠા, મે઼થી પરાઠા અને મટર પરાઠા તો ઘણી વાર બનાવ્યા પણ આજે કંઈક ટ્વીસ્ટ સાથેમટર-મેથી પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
આલુ મટર સમોસા રોલ (Aloo Matar Samosa Roll Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1#cookpadgujaratiઆલુ મટર સમોસા રોલ ઝડપથી તેમજ સરળતાથી બની જાય તેવું એક સ્ટાર્ટર તેમજ સ્નેક છે તેને અલગ અલગ ચટણી અથવા સોસ સાથે પીરસી શકાય છે. Ankita Tank Parmar -
આલુ મટર પરાઠા (aalu matar parotha recipe in gujarati)
#સૂપરશેફઆજે મેં નાસ્તા માં આલુ મટર નાં મસાલા નાં પરાઠા બનાવ્યા છે જે એક હેલ્થી નાસ્તો છે. તમે પણ ટ્રાય કરો. Santosh Vyas -
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા (Aloo Matar Stuffed Samosa Paratha Recipe In Gujarati)
આલુ મટર સ્ટફ્ડ સમોસા પરાઠા#MBR6 #Week6 #માયબેસ્ટરેસીપીસઓફ2022#WPR #સ્ટફ્ડપરાઠા #સ્ટફ્ડસમોસાપરાઠા#વીન્ટર_સ્પેશિયલ #આલુમટર #વટાણાબટેટા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઘણી બધી વેરાયટી નાં સ્ટફ્ડ પરોઠા બનતા હોય છે. લીલા તાજા વટાણા હમણાં શિયાળા માં ખૂબજ મળે છે. તો આજે મેં સમોસા પરોઠા બનાવ્યા. સ્વાદ સમોસા નો અને સ્વરૂપ પરોઠા નું .. 2 ઈન 1... ફરક માત્ર એક જ - સમોસા તળવા નાં અને પરોઠા શેકવા નાં ... ખાવાનો આનંદ ચા, ચટણી અને સોસ સાથે માણો. Manisha Sampat -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar -
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
પરોઠા ગોળ, ચોરસ કે ત્રિકોણાકાર હોઈ શકે. અમુક વખતે શાક ભાજીને પણ કણક બાંધી તેમાં જ ઉમેરી દેવામાં આવે છે અને તેવા શાક મિશ્રિત કણકના પરોઠા બનાવવામાં આવે છે. જ્યારે અમુક વખતે માત્ર લોટની કણકને વણી તમાં વચમાં સાંજો ભરવામાં આવે છે બાજુઓ લોટના મદદ વડે સાંજાને બંધ કરી વણી નાખમાં આવે છે. પહેલા પરોઠા એક જાડી રોટલી સમાન હોય છે જ્યારે બીજાં પ્રકરના પરોઠામાં સ્તરો હોય છે.મુઘલાઈ પરાઠા જે ઝીણા સમારેલા શાકભાજી, પનીર અને મસાલા ઉમેરીને બનાવવામાં આવતા સ્ટફડ પરાઠા છે. નાસ્તા તરીકે અથવા સાંજના સમયે હળવા વ્યંજન તરીકે પણ બનાવી શકાય છે. Urmi Desai -
-
આલુ મેથી થેપલા (Aloo Methu Thepla recipe in Gujarati)
થેપલા ગુજરાતીઓની સૌથી પ્રિય વાનગી છે. એમાં પણ મેથી થેપલા એ કદાચ દરેક વ્યક્તિને ભાવતી વાનગી છે.જ્યારે નાસ્તા માટે કોઈ તૈયારી ન હોય અથવા તો ઝડપથી બની જાય એવું કંઈક બનાવવું હોય તો થેપલા જ યાદ આવે છે.મેં અહીં બટાકા અને કસૂરી મેથી જે ઘરમાં હોય જ તો એનો ઉપયોગ કરીને ઝડપથી બની જાય એવો નાસ્તો આલુ મેથી થેપલા. Urmi Desai -
આલુ મટર સમોસા (Aloo Matar Samosa Recipe In Gujarati)
શિયાળામાં ખૂબ જ વપરાતા વટાણા અને એવા વટાણાની ઉપયોગી એવી વાનગી છે સમોસા khush vithlani -
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા
આલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા#RB18 #Week18#લચ્છા #પરાઠા #મસાલા #આલુ_મટર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆલુ મટર કરી - મસાલા લચ્છા પરાઠા - પંજાબી રેસીપી માં આ એક ફેમસ રેસીપી છે . Manisha Sampat -
આલુ મટર સેન્ડવીચ (Aloo Matar Sandwich Recipe In Gujarati)
#SD#cookpadindia આલુ મટર (વેજ.) સેન્ડવીચ Rekha Vora -
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
પંજાબી આલુ પરાઠા
આલુ પરાઠા એ પંજાબીઓની શાન છે તો આપણે અહીં પંજાબી આલુ પરાઠા ની રેસીપી બનાવીશું#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
આલુ પરોઠા એ એક પંજાબી વાનગી છે જેને સવારે, બપોરે કે સાંજે ગમે ત્યારે ખાઈ શકાય છે. Vaishakhi Vyas -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
#FFC5 : મટર સમોસાસમોસા મા ઘણી ટાઈપ ના વેરિએશન કરી શકાય છે પનીર સમોસા, વેજીટેબલ સમોસા, spring રોલ્સ સમોસા,તો આજે મેં મટર ડુંગળી અને બટાકા નું ફીલીગ ભરી ને સમોસા બનાવ્યા છે. Sonal Modha -
આલુ પરાઠા (Alu paratha recipe in Gujarati)
#આલુઆલુ પરાઠા બ્રેકફાસ્ટ માં કે બાળકો ને ટીફીન બોક્સમાં સોસ કે ચટણી સાથે આપી શકાય છે. આ જલ્દી બને છે ને ટેસ્ટી લાગે છે . રાતના ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grillસેન્ડવીચ એ એવી લોકપ્રિય વાનગી છે કે કોઈ પણ વ્યક્તિ આ વાનગી ગમે તે સમયે ખાવા માટે કહો તો ના ન કહી શકે. અને મને તો સેન્ડવીચનુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.અમારા ઘરમાં દરેકને બધા જ પ્રકારની સેન્ડવીચ ભાવે છે. એટલે હું દર વખતે અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનાવું છું.અત્યારે વટાણા સરસ મળે છે એટલે આ વખતે આલુ-મટર સેન્ડવીચ બનાવી છે. Urmi Desai -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#30mins#cookpadindia#cookpadgujaratiઆલુ પરાઠા Ketki Dave -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
ચીલી ગાર્લિક લછ્છા પરાઠા (Chilli Garlic Lachcha Paratha recipe in Gujarati)
#GA4#Week13#Chilliઆ પરાઠા ઘઉંનો લોટ અને 2 ચમચી મેંદો ઉમેરીને બનાવ્યા છે અને સોડા કે દહીંનો ઉપયોગ બિલકુલ કર્યો નથી.લછ્છા પરાઠા બનાવવા માટે થોડી મહેનત કરવી પડે છે પણ બન્યા પછી ખાવામાં પણ સરસ લાગે છે. આ પરાઠા સબ્જી સાથે સર્વ તો કરી શકો છો પણ નાસ્તા માટે પણ બનાવી શકાય છે. Urmi Desai -
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
લીલવાના સ્ટફડ પરાઠા (Lilva stuffed Paratha Recipe in Gujarati)
#લીલી તુવેરની કચોરી પ્રખ્યાત વાનગી છે. એ જ સ્ટફીંગ વડે પરાઠા બનાવ્યા છે. એટલે ઓછું તેલ વપરાય. Urmi Desai -
-
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
આલુ ચીઝ પરાઠા
આલુ પરાઠા બઘા બનાવીએ છીએ તેમાં જો ઉપર ચીઝ ઉમેરો તો વઘુ સ્વાદિષ્ટ બનશે.. Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (2)