ચીકુ નો હલવો (chiku halwa recipe in Gujarati.)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat
શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ ચીકુ
  2. ૧/૨ વાડકી ખાંડ
  3. ૫૦ ગ્રામ ઘરનું ઘી
  4. ૧/૨ વાડકી કાજુ બદામ ના ટુકડા ઇલાયચી
  5. 1નાનું પાઉચ મિલ્ક પાવડર અમૂલ્ય નું આવે એ
  6. ૧/૨ વાડકી કંડેન્ડસ મિલ્ક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચીકુ ને ધોઈ ને છાલ ઉતારી સમારી લો. નાના ટુકડા કરિલેવા. પછી એક કઢાઈ માં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે ચીકુ ના ટુકડા ઉમેરી સાતડો.

  2. 2

    હવે સતત હલાવતા રહો ચીકુ એકદમ મેસ થાય ત્યાં સુધી. પછી એમાં કાજુ બદામ ના ટુકડા ઇલાયચી ઉમેરી દો. પછી કંડેન્ડસ મિલ્ક અને મિલ્ક પાવડર ઉમેરી દો. હવે ઘી અલગ પડે ત્યાં સુધી સાંતળો પછી એમાં ખાંડ ઉમેરો. પાછું ખાંડ નું પાણી બડે અને ઘી અલગ પડે અને લચકો પડે એટલે ગેસ બંધ કરી એક થાળી માં હલવો પાથરી દો. પછી બે ત્રણ કલાક પછી કાપા પાડી ટુકડા પાડી દો. બસ ખુબજ સરળ રીતે ટેસ્ટી હલવો તૈયાર સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes