સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#goldenapron3
Week21
આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે.

સુક્કી વડાપાંવ લાલ ચટણી (vadapav dry red chutney recipe in Gujarati)

#goldenapron3
Week21
આ ચટણી મહીનાઓ સુધી રાખી શકાય છે. વડાપાંઉ પર સુકી ચટણી ટેસ્ટી લાગે છે. આ ઈડલી,પકોડા,સેન્ડવીચ, પરાઠા, ઢોંસા બધામાં યુઝ કરી શકાય છે. તીખીને ચટપટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ટેબલ સ્પુન સુકું નાળીયેર કે કોપરાની છીણ
  2. મોટા ચમચી કાચાં સીંગદાણા (ઓપ્શનલ છે)
  3. ૧૦ થી ૧૫ નંગ લાલ આખું મરચું
  4. ૧૨થી ૧૫ લસણની કળી ફોતરાવાળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોપરાની છીણ, સીંગદાણા, આખુ લાલ મરચું, લસણની કળી ફોતરા સહીત જ શેકવી. બધું જુદુ જુદુ શેકવું. આખા લાલ મરચાં ની જગ્યાએ લાલ મરચું પાઉડર પણ નાંખી શકાય તેને શેકી લો. થોડીવાર જ બધું શેકો કરારુ થાય એટલું જ કલર નથી ફેરવવા નો નહી તો સ્વાદ બગડી જશે.

  2. 2

    પછી બધું ઠંડુ પડે એટલે પહેલા નાળીયેર ને પીસી લો. સીંગદાણા ને થોડા દરદરા પીસી લેવા. મીક્સી થોડી થોડીવાર ચાલુ બંધ કરવું. ફછી તેને મીક્સીમાં થી કાઢી ને પછો સુક્કા લાલ આખા મરચાં ને પણ દરદરું પીસી લેવું. ને એની સાથે જ લસણ છોતરા સહીત જ પીસવા નાખી દેવું. આનાથી ચટણીસુપર ટેસ્ટી બને છે. ને પછી એમાં જ નાળીયેર, સીંગદાણા પીસેલા નાખો ને અહીં જ સ્વાદનુસાર મીઠું નાખી દો. ને અહીં એક લાલ કાશ્મીરી મરચું પાઉડર નાખી દો જેથી કલર બહુજ સરસ આવે છે. પછી એકવાર ફરી મીક્સી ચલાવી લેવું જેથી બરોબર બધું મીક્સ થઈ જાય

  3. 3

    પછી એરટાઈટ જાર માં ભરી લો આ એક મહીના સુધી ખરાબ નથી થતું. તેલ નાખવાની જરૂર નથી કારણ ટોપરું નાખ્યું છે એટલે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર
અમદાવાદ

Similar Recipes