આંબળાની ખાટી-મીઠી ગોળી (Aamla goli recipe in gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 min
  1. 250 ગ્રામઆંબળા
  2. 1+૧/૨ વાટકી દળેલી ખાંડ
  3. 1 ચમચીઅજમો
  4. 1 ચમચીસુંઠ પાઉડર
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/2 ચમચીસંચળ પાઉડર
  8. 1/2 ચમચીઆમચૂર પાઉડર
  9. 1 ચમચીહિંગ
  10. ચાટ મસાલો જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 min
  1. 1

    સૌ પ્રથમ આંબળા ધોઈ બાફી લેવા.

  2. 2

    બફાઈ જાય એટલે તેમાંથી રેસા કાઢી પીસી લેવા.પાણી નથી નાખવાનું.અને એક નોન સ્ટિક પેનમાં ગરમ કરવા મૂકવું.

  3. 3

    થોડી વારે તેમાંથી પાણી બળી જાય એટલે તેમાં દળેલી ખાંડ, સૂંઠ પાઉડર,સંચળ પાઉડર,અજમો મસળીને,મરી પાઉડર,હિંગ, મીઠું સ્વાદાનુસાર,આમચૂર પાઉડર,ચાટ મસાલા નાખવું.

  4. 4

    હવે આ મિશ્રણને હલાવતા રેવું.થોડી વારમાં પેન છોડતું થઈ જશે.પછી તેને એક ડિશ માં કાઢી ઠંડુ થવા દેવું.

  5. 5

    હવે તેની હાથ માં ઘી લગાવી નાની નાની ગોળી વાળી લેવી.

  6. 6

    આ ગોળી ને દળેલી ખાંડ માં રગદોળી લેવી.

  7. 7

    રેડી છે એકદમ ચટપટી આંબળા ગોળી.જે ખાવામાં એકદમ માર્કેટ જેવી જ લાગે છે. મસ્ત.....👌😋

  8. 8

    બધા મસાલા તમે ચાખીને તમારા ટેસ્ટ મુજબ પણ ઉમેરી શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes