સુખડી (Sukhdi Recipe in Gujarati)

Dimpal Patel @dimpalpatel_7988
સુખડી (Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગદાણા અને તલને ગેસની ધીમી આંચ પર શેકી લેવા. આને ઠંડા થવા માટે મુકી દો.
- 2
શીંગદાણા ઠંડા થઈ જાય ત્યારે તેનાં પરનાં ફોતરાં કાઢી નાખવા. અને મિક્ષ્ચર જારમાં પહેલાં શીંગદાણા ને ક્રશ કરીશું. અને પછી તલ ને પણ ક્રશ કરી લો.
- 3
હવે એક મોટી કઢાઈમાં ઘી લઈને ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી તાવેતાથી સારી રીતે શેકી લેવું.
- 4
હવે ગોળ અને ઘી નો પાયો સારી રીતે શેકાઈ જાય ત્યારે તેમાં ક્રશ કરેલા શીંગદાણા અને ક્રશ કરેલા તલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો.અને ગેસ બંધ કરી દો.
- 5
હવે એક થાળીમાં ઘી લગાવી લો. અને સુખડી ને પાથરી દેવી.
- 6
હવે સુખડી ના પીસ કરીને સર્વ કરીશું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તલ ની સુખડી (Til Sukhadi Recipe In Gujarati)
#RC2#Week2સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલની સુખડી બનાવીશ .https://youtu.be/yHnXaTByepUDimpal Patel
-
ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળીનોન ફ્રાઇડ જૈન સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી સુખડી બનાવીશ .મિત્રો, વ્રત અને ઉપવાસની સીઝન શરૂ છે. તો આ સીઝનમાં દરેક ઘરોમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સમયે રાજગરાની સુખડી શી રીતે ભુલાય? આ સુખડી હેલ્ધી તો છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આજે હું થોડી અલગ રીતથી સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ રાજગરાની સુખડી. Juliben Dave -
મિક્સ ગ્રેઈન લોટ સુખડી (Mix Grain Flour Sukhdi Recipe In Gujarati)
#Famસુખડી તો બધા ના ઘરે બને પણ મારા ઘરે રાગી, ઘઉં અને સોયાબીન ના લોટ ની બને. Avani Suba -
ફરાળી સુખડી પી ફ્લાવર કેક (Farali Sukhdi Pea Flower cake Recipe In Gujarati)
#trend4#સુખડીફરાળી સુખડી નું એક નવું જ વર્ઝન છે. ફરાળી સુખડી કેક મખાણા, મગજતરી ના બી અને ખસખસ ની રીચનેસ અને કોયલના ફૂલ ના અદભૂત કલર અને ગુણો સાથે. Harita Mendha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#સુખડી ગુજરાત ની પ્રખ્યાત વાનગી છે. સુખડી એ ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવા માં આવે છે. ઘણી બધી જગ્યા એ તો પ્રસાદ માં પણ સુખડી અપાય છે. ગુજરાત માં મહુડી નું મંદિર બહુ જ પ્રખ્યાત અને ત્યાં મંદિર માં આ સુખડી નો પ્રસાદ મળે. બધા ને એ સુખડી બહુ જ ભાવે. સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય. અપને ઘરે પણ એવી સુખડી બનાવી જ શકીયે છે. જો તમે અહીં બતાવેલી રીત થી સુખડી બનાવશો તો મહુડી જેવી પોચી અને સરસ સુખડી બનશે. તો ફટાફટ જાણી લો પોચી અને સ્વાદિષ્ટ મહુડી જેવી સુખડી બનાવવાની રીત. Komal Khatwani -
કાળા તલ ની સુખડી (Kala Tal Ni Sukhadi recipe in gujarati)
#MSતલ બે પ્રકારના હોય છે કાળા અને સફેદ એમાં થી કાળા તલ ખૂબ જ શ્રેષ્ઠ હોય છે. દેખાવ માં નાના હોય છે પણ એ તલ ખાવા ના ફાયદા ઘણા મોટા છે. ઠંડી ની રુતુ માં કાળા તલ ખાવાથી શરીરને ઊર્જા મળે છે. કાળા તલ માં પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ સારા પ્રમાણમાં હોય છે. તો મેં અહિયાં મારા દાદી ની મકરસંક્રાંતિ સ્પેશિયલ કાળા તલ ની સુખડી બનાવી છે. મારા દાદી તો એમાં પૈસા મુકી લાડુ બનાવી ગુપ્ત દાન કરતાં. તો એનાથી ઈન્સપાયર થઈ ને મે સુખડી બનાવી છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
અમારાં કુળદેવી ને દર બીજ ના દિવસે સુખડી ધરાવી એ . બહુ સિમ્પલ રેસિપી છે . પણ થોડી અલગ પણ છે . જનરલી બધા સુખડી લોટ શેકી ને બનાવતા હોય છે જ્યારે અમારે કાચા લોટ ની બને છે. ટેસ્ટ માં બહુ સરસ લાગે છે. Bhavini Kotak -
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
અખરોટ સુખડી (Walnut Sukhdi Recipe in Gujarati)
#Walnutsઆમ તો આપણા ગુજરાતી ઘરોમાં સુખડી અલગ અલગ બનતી હોય છે મે પણ અખરોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Dipti Patel -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4સુખડી એ એવી વાનગી છે જે પ્રસાદી માં પણ વપરાય છે અને નાના- મોટા બધા ની મનપસંદ હોય છે.તે બનાવવા માં પણ સરળ અને ઝડપી છે. Ruchi Kothari -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#SFR : સુખડીઆપણા હિન્દુ તહેવાર આવી રહ્યા છે તો મીઠાઈ અને નાસ્તા તો બનાવવાના જ હોય તો મે આપણી Tredistional મીઠાઈ બનાવી. Sonal Modha -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
શીંગ તલ ની સુખડી (Shing Til Sukhdi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiતલ શીંગ ની સુખડી Ketki Dave -
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFTસુખડી દરેક ઘરમાં ખવાતી અને એકદમ સરળ એવી વાનગી છે. Vaishakhi Vyas -
બાજરી ની સુખડી(Bajari Ni Sukhadi Recipe In Gujarati)
#ફટાફટબાજરી ના લોટ ની સુખડી ગરમ ગરમ ખાવામાં મસ્ત લાગે છે.જ્યારે ખૂબ જ કફ કે શરદી હોય તો તેમાં બાજરી ના લોટ ની સુખડી ગરમ ગરમ બાળકો ને કે મોટા ને ખવડાવવાથી મટી જાય છે. TRIVEDI REENA -
તલ, શિંગ ની વડી (Til Shing Vadi Recipe In Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી તલ અને શીંગદાણા ની ચીક્કી કે વડી વગર શક્ય જ નથી..તલ, શીંગદાણા ગોળ ની વડી કેલ્શિયમ થી ભરપુર હોય છે.. ઉતરાયણ માં અગાશી પર રહેવા થી સુર્યપ્રકાશ મળે..એનાથી વિટામિન ડી મળે..અને આ વડી ખાવા થી કેલ્શિયમ અને હિમોગ્લોબીન વધારે છે.. એટલે આ વડી ભરપુર ખાવી... ખુબ જ પોચી બને છે.. એટલે બાળકો તથા વડીલો પણ ખાઈ શકે.. Sunita Vaghela -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
ઘઉં ના લોટ ની સુખડી (Wheat Flour Sukhdi Recipe In Gujarati)
#TRO#Cookpadindia#cookpadgujaratiઓક્ટોબર માં આવતા દિવાળી પર્વ નિમિત્તે બનતી સ્પેશિયલ વાનગી સુખડી જેમાં ડ્રાય ફ્રુટ અને ઘઉં ના લોટ નું કોમ્બિનેશન કરીને સુખડી બનાવવા થી એકદમ હેલ્ધી અને પોષ્ટિક બને છે. Ranjan Kacha -
બાજરી ની સુખડી
#goldenapron3#Week2Goldenapron 3 ના Week 1 નાં ઘટક બાજરી નો ઉપયોગ કરીને બાજરી સુખડી બનાવી છે. Parul Patel -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
કાઠિયાવાડી સુખડી (Kthiyawadi Sukhdi Recipe In Gujarati)
સુખડી એવી રેસિપી છે જે બધાને નાનપણ ની યાદ અપાવે અને ક્યારેપણ ખવાય diabetes ફ્રેંડલી છે Ami Sheth Patel -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14131409
ટિપ્પણીઓ