ફ્રુટ સલાડ પુડિંગ (Fruit Salad Pudding Recipe In Gujarati)

Trushti Shah
Trushti Shah @cook_27771490
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ - ૨૦ મિનિટ
  1. 1/2 લીટર દૂધ
  2. ૪ ચમચીકસ્ટર પાઉડર
  3. 1/2ચમચી ઇલાયચી પાઉડર
  4. 1/2 કપ ખાંડ
  5. 200 ગ્રામટોસ્ટ
  6. ચાસણી માટે:
  7. 1/2 કપ ખાંડ,
  8. 1/2 કપ પાણી
  9. 8- 10 નંગકેસરના તાંતણા
  10. ગાર્નિશીંગ માટે fruits

રાંધવાની સૂચનાઓ

૧૫ - ૨૦ મિનિટ
  1. 1

    એક પેનમાં એક ચમચી પાણી લો.ત્યારબાદ તેમાં દૂધ એડ કરો.બીજી બાજુ એક બાઉલમાં કસ્ટર પાઉડરને પાણીમાં મિક્સ કરી મિશ્રણ બનાવો.

  2. 2

    હવે દૂધનો એક ઉભરો આવે પછી તેમાં કસ્ટર પાઉડર વાળું મિશ્રણ નાખતા જાવ અને હલાવતા જાવ.જેથી તેમાં ગઠ્ઠા ના પડી જાય.ઈલાયચી પાઉડર એડ કરો. ત્યારબાદ તેમાં 1/2 કપ ખાંડ એડ કરો.હવે આ મિશ્રણ થોડું જાડું થાય ત્યારબાદ ગેસ બંધ કરો.

  3. 3

    ચાસણી માટે બીજા પેનમાં 1/2 કપ ખાંડ અને 1/2 કપ પાણી તેમજ કેસરના તાંતણા ઉમેરો અને ચાસણી તૈયાર કરો.ચાસણી થોડી ચીકાશવાળી થાય એટલે ગેસ બંધ કરો.

  4. 4

    ચોરસ ડબ્બામાં ટોસ્ટ ગોઠવો.ત્યારબાદ એના ઉપર ચાસણી પાથરો અને પછી તેના ઉપર કસ્ટર પાઉડર અને દૂધ વાળું મિશ્રણ પાથરો.તમારી પાસે અવેલેબલ હોય એવા રંગીન ફ્રૂટ્સ ને ઝીણા કટ કરી લેવા.મેં અહીં લીલી દ્રાક્ષ,કાળી દ્રાક્ષ,પપૈયું, સ્ટ્રોબેરી અને કેળા લીધા છે.એ સિવાય તમે ચીકુ,સફરજન કોઇ પણ fruits વાપરી શકો છો.

  5. 5

    ફોટા માં બતાવ્યાં મુજબ fruits ને ગાર્નિશ કરો.ત્યારબાદ તેના ઉપર ફરીથી આવું જ બીજું લેયર કરો.પછી તેને એક કલાક માટે ફ્રિજમાં મુકી દો.

  6. 6

    તે ઠંડુ થાય ત્યારબાદ તમે એને પીસ કરીને ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes