નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

#RC1
#RECIPE1
ગુજરાતનો ફેમસ ફરસાણ એટલે કે ખમણ. જેને તમે ઘણી બધી રીતે બનાવી શકો છો. વાટી દાળના ખમણ ચણાના લોટને પલાળીને આથો લાવીને ખમણ બનાવી શકાય‌. મેં અહીં ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ બનાવ્યા છે.
નાયલોન ખમણ એટલા સુવાળા પોચા હોય છે તેને નાયલોન ખમણ નું નામ આપવુ ખૂબ જ યોગ્ય છે જો તમે અહીં જણાવેલી રીત પ્રમાણે ખમણ બનાવશો ચોક્કસ તમારા ખમણ બરાબર બનશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૧ ગ્લાસપાણી
  3. ૧ ચમચીલીંબુના ફૂલ
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૨ ચમચીખાંડ
  6. ૧ ચમચીતેલ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૨ ચમચીહળદર
  9. ૧/૨ ચમચીહિંગ
  10. ૧ ચમચીઈનો (ફ્રુટ સોલ્ટ)
  11. વઘાર માટે
  12. ૨-૩ ચમચી તેલ
  13. ૧ ચમચીરાઈ
  14. ૩-૪ નંગ લીલા મરચા
  15. ૩-૪ ચમચી ખાંડ
  16. ૧/૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચારણી મદદથી ચણાના લોટને બરાબર ચાળી લો. બીજા વાસણમાં પાણી લઈ એમાં તેલ લીંબુ ના ફૂલ ખાંડ લીલો મસાલો હિંગ હળદર ઉમેરીને ખાંડ બરાબર ઓગળી દેવી

  2. 2

    હવે ચણાના લોટને આ મિશ્રણમાં ધીમે ધીમે ઉમેરીને બરાબર ફેંટી લો. ત્યારબાદ તેમાં ઈનો ઉમેરો.ઢોકળીયા બરાબર ગરમ કરીને ખમણ બનાવવાની ડિશ ને તેલ લગાવીને બે-પાંચ મિનિટ ગરમ કરી લો.

  3. 3

    હવે ખમણ ને 20થી 25 મિનિટ માટે સ્ટીમ કરી લો. ખમણ તૈયાર થઇ ગયા બાદ થોડા ઠંડા પડે પછી એમાં વઘાર કરી લો.

  4. 4

    વઘાર માટે તેલ ગરમ કરી રાઈ ઉમેરી લીલા મરચાં ઉમેરો અને 1/2 ગ્લાસ પાણી ઉમેરો ૩ થી ૪ ચમચી ખાંડ ઉમેરીને ખાંડને બરાબર ઓગળે ત્યાં સુધી પાણી બરાબર ઉકાળો. હવે આ વઘાર ખમણ ઉપર ઉમેરો

  5. 5

    તૈયાર છે નાયલોન ખમણ. સવારે નાસ્તામાં બનાવી શકો છો અને સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

Similar Recipes