માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#FD
#cookpadindia
#cookpad_guj
કુલ્ફી એ ભારત અને ભારત ની આજુબાજુ ના દેશ નું પારંપરિક ડેસર્ટ છે, જે આશરે 16 મી સદી થી બને છે. કુલ્ફી ને આપણે ભારત ના પારંપરિક આઈસ્ક્રીમ તરીકે ઓળખી શકીએ. દેખાવ અને સ્વાદ માં આઈસ્ક્રીમ જેવી લાગતી કુલ્ફી આઈસ્ક્રીમ કરતા વધારે મલાઈદાર હોય છે.
આજે મેં માવા બદામ ની દાનેદાર અને મલાઈદાર કુલ્ફી બનાવી છે જે હું આ ફ્રેંડશીપ દિવસ પર મારી ખાસ સહેલી ,વીરા ને સમર્પિત કરું છું. જે ઉંમર માં મારી થી નાની છે પણ દીકરી અને સહેલી બન્ને ની ગરજ સારે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
8 કુલ્ફી
  1. 500મી.લી. દૂધ
  2. 200 ગ્રામમાવો
  3. 1/4 કપબદામ નો કરકરો ભૂકો
  4. 1/8 કપસુધારેલી બદામ
  5. 1/4 કપઅથવા જરૂર પ્રમાણે ખાંડ
  6. 1 ચમચીએલચી પાવડર

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    એક જાડા તળિયા ના વાસણ માં દૂધ ઉકળવા મુકો અને થોડું જાડું થાય એટલે માવો ઉમેરી અને 5-10 મિનિટ માટે ધીમી આંચ પર ઉકાળો.

  2. 2

    પછી ખાંડ ઉમેરો. ખાંડ ઓગળી જાય એટલે, બદામ, બદામ નો ભૂકો અને એલચી પાવડર નાખો. 5 મિનિટ પછી આંચ બંધ કરો અને ઠંડુ થવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

  3. 3

    ઠંડુ થઈ જાય એટલે કુલ્ફી મોલ્ડ માં ભરી, 7-8 કલાક અથવા તો સેટ થાય ત્યાં સુધી ફ્રીઝર માં રાખો.

  4. 4

    સેટ થઈ જાય એટલે સાચવી ને મોલ્ડ માંથી કાઢી લો. અને મલાઈદાર કુલ્ફી નો આનંદ ઉઠાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes