સ્નો ફોલ (મોકટેલ)

DrZankhana Shah Kothari
DrZankhana Shah Kothari @cook_17490486

#નોનઇન્ડિયન

મોકટેલ

અન્ય નામ :
વર્જિન કોકટેલ
બોનલેસ કોકટેલ

મોકટેલ એ "મોક કોકટેલ" નું સંક્ષિપ્ત નામ છે.
મોક કોકટેલ = બનાવટી કોકટેલ
અર્થાત આલ્કોહોલ વિનાનું કોકટેલ

વિશેષતા :
- મોકટેલ અન્ય સામાન્ય ઠંડા પીણા ની સરખામણી માં ખૂબ આકર્ષક લાગતા હોવાથી પ્રસંગોમાં આગવું સ્થાન ધરાવે છે.
- આલ્કોહોલ મુક્ત હોવાથી, નાના બાળકથી લઈને મોટેરાં ઓ તથા સગર્ભા સ્ત્રીઓ પણ તેનો આનંદ માણી શકે છે

સ્નો ફોલ (મોકટેલ)

#નોનઇન્ડિયન

મોકટેલ

અન્ય નામ :
વર્જિન કોકટેલ
બોનલેસ કોકટેલ

મોકટેલ એ "મોક કોકટેલ" નું સંક્ષિપ્ત નામ છે.
મોક કોકટેલ = બનાવટી કોકટેલ
અર્થાત આલ્કોહોલ વિનાનું કોકટેલ

વિશેષતા :
- મોકટેલ અન્ય સામાન્ય ઠંડા પીણા ની સરખામણી માં ખૂબ આકર્ષક લાગતા હોવાથી પ્રસંગોમાં આગવું સ્થાન ધરાવે છે.
- આલ્કોહોલ મુક્ત હોવાથી, નાના બાળકથી લઈને મોટેરાં ઓ તથા સગર્ભા સ્ત્રીઓ પણ તેનો આનંદ માણી શકે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫-૭ મિનિટ
  1. ૨-૩ ચમચી - બ્લુ ક્યુરાસાઓ સીરપ (Blue Curacao syrup)
  2. ૧૫૦-૧૭૦ મિલી - સાદી સોડા
  3. ૧/૪ વાટકી - વેનીલા આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૫-૭ મિનિટ
  1. 1

    એક પિલ્સનર ગ્લાસ લઈ, (Pilsner glass)
    - તેમાં બ્લુ ક્યુરાસાઓ સીરપ સાચવીને રેડો જેથી ગ્લાસની સાઇડ્સ ખરાબ ન થાય.
    - તેમાં સાદી સોડા ઉમેરો.
    - હવે, લાંબી, પાતળી ચમચી અથવા સ્ટરર વડે હલાવીને સોડાનો થોડો ઊભરો નીકળી જવા દો.
    - હવે, આઇસ્ક્રીમ ને એક વાટકીમાં લઈ, ચમચી વડે બરાબર ફીણી લો, તેને ચમચી વડે ગ્લાસ ની સાઈડને અડકાડીને હળવેકથી પીણાં ઉપર રેડો.
    - ભૂરો અને સફેદ, બે અલગ સ્તર દેખાશે.

  2. 2

    હવે, ટૂથપીક વડે સિરપ લઈ, અહીં આપેલ લિંક માં દર્શાવેલ વીડિયો પ્રમાણે ડીઝાઇન કરી, સર્વ કરો. https://www.facebook.com/groups/361343508037630/permalink/459334888238491/

  3. 3

    સોડાના પરપોટા ને લીધે, હિમ સ્ખલન (snow fall) જેવી અસર દેખાશે. લિંક માં દર્શાવેલ વીડિયો જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
DrZankhana Shah Kothari
DrZankhana Shah Kothari @cook_17490486
પર

ટિપ્પણીઓ

Similar Recipes