ગુજરાતી દાલ

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#ગુજરાતી
ગુજરાતી દાલ થાેડી ખાટી મીઠી હાેય છે. દરેક ગુજરાતી ની ખાવા ની થાલી ખાટી મીઠી દાલ વગર અધુરી છે. ગુજરાતી લગ્નપ્સંગ મા ખાસ હાેય જ છે. તાે આજે અહીં આપણે લગ્નપ્સંગમા હાેય એવી જ બનાવતા શીખી લેશુ.

ગુજરાતી દાલ

#ગુજરાતી
ગુજરાતી દાલ થાેડી ખાટી મીઠી હાેય છે. દરેક ગુજરાતી ની ખાવા ની થાલી ખાટી મીઠી દાલ વગર અધુરી છે. ગુજરાતી લગ્નપ્સંગ મા ખાસ હાેય જ છે. તાે આજે અહીં આપણે લગ્નપ્સંગમા હાેય એવી જ બનાવતા શીખી લેશુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30-40 મીનીટ
૪ વ્યક્તિ
  1. દાલ માટે:
  2. 2નાની વાડકી તુવર દાલ
  3. 1/2વાડકી ગાેળ
  4. 1/2 ચમચીહરદળ
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચીહીંગ
  7. 1 ચમચીમીઠું
  8. 10-12નંગ બાફેલા શીંગદાળા
  9. 2-3 ચમચીઆમલી નાે પલ્પ
  10. વધાર માટે:
  11. 2 ચમચીતેલ
  12. 1 ચમચીરાઇ
  13. 5-6નંગ મેથી ના દાણા
  14. 1/4 ચમચીહીંગ
  15. 2નંગ શુકા લાલ મરચાં
  16. 3 કપપાણી

રાંધવાની સૂચનાઓ

30-40 મીનીટ
  1. 1

    તુવેર દાલને 4 થી 5 વાર ચાેખ્ખા પાણી મા સાફ કરી 30-45 મીનીટ માટે પલાળી લેવી.

  2. 2

    એક કુકર લાે એમા તુવેર દાલ લઇ 2.5 કપ પાણી ઉમેરી દાલ બાફી લાે, એની સાથે જ કુકર મા એક નાની વાડકી મૂકી શીંગદાણા પણ બાફી લાે. 4-5 સીટી કરી લેવી.

  3. 3

    હવે ગેસ ચાલુ કરી તપેલી મૂકી એમા તુવેર દાલ લઇ 3 કપ પાણી ઉમેરી થાેડી વાર ગરમ થવા દાે અને પછી ગાેળ ઉમેરી લાે.હવે ઘાેડી વાર દાલ ને ઉકળવા દાે.

  4. 4

    પછી એમા હરદળ, લાલ મરચું, હીંગ, બાફેલા શીંગદાળા અને મીઠું ઉમેરી બરાબર હલાવી મીક્ષ કરી લાે.

  5. 5

    દાલ ઉકળી બરાબર મસાલા મીક્ષ થાય ત્યાસુધી મા બીજી બાજુ આપને વઘાર કરી લેશુ. એક વઘારીયું લાે એમા તેલ, રાઇ, મેથી, હીંગ અને શુકા લાલ મરચાં ને તાેડીને નાખવા.

  6. 6

    હવે દાલ મા વઘાર રેડી દાે અને બરાબર મીક્ષ કરી લાે, આમલી નાે પલ્પ પણ ઉમેરી લાે. (લીંબુ નાે રસ નાખવું હાેય તાે ગેસ બંધ કરી પછી ઉમેરવું)

  7. 7

    10 થી 15 મીનીટ દાલ ને ઉકળવા દાે અને પછી ગેસ બંધ કરી દાે. તાે તૈયાર છે ગુજરાતી ખાટી મીઠી દાલ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ

Similar Recipes