મિક્સ દાળ હાંડવો

Heena Tejas Patel
Heena Tejas Patel @cook_9906948
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી ચોખા(જૂના)
  2. ૧ વાટકી ચ‌ણા ની દાળ
  3. ૧ વાટકી મગ ની દાળ
  4. ૧ વાટકી તુવેર દાળ
  5. ૧/૨ વાટકી અડદ ની દાળ
  6. ૧/૨ વાટકી ચોળા ની દાળ
  7. ૫૦૦ ગ્રામ છાસ (ખાટી) દહિ પણ લઈ શકો,
  8. ૧ વાટકી ગોળ,
  9. ૨ ચમચી અજમો,
  10. મિઠુ સ્વાદ અનુસાર,
  11. ૨ ચમચી હળદર,
  12. ૨ ચમચી લાલ મરચું,
  13. ૧ ચમચી ગરમ મસાલો,
  14. ૨ મોટી ચમચી લસણની પેસ્ટ,
  15. ૨ મોટી ચમચી લીલા મરચા ની પેસ્ટ,
  16. ૧ ચમચી ખાવાનો સોડા,
  17. ૨ મોટી ચમચી તલ,
  18. ૪ ચમચા તેલ,
  19. ૧/૨વાટકી સિંગ દાણા,
  20. ૧ ચમચી રાઈ,
  21. ૧ ચમચી હળદર,
  22. ૮થી ૧૦ મિઠા લિમડા ના પાન,
  23. ૧ વાટકી લીલા ધાણા સમારેલા,
  24. ૧ ચમચી મેથી દાણા,
  25. ૧નાની દુધી છિણેલી,
  26. લાલ સુકા મરચા,
  27. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી દાળ ને ચોખા કરકરા (જાડા) પીસી લો

  2. 2

    હવે એક બાઉલમાં જરૂર મુજબ લોટ લો. તેમા ખાટી છાશ કે દહીં અને પાણી નાખી ખિરુ બનાવો. ખિરા મા ૧ચમચી મેથી દાણા નાખી મિક્સ કરી લો. (તેનાથી આથો સરસ આવી જશે.)

  3. 3

    ખિરા ને ૪થી૫ કલાક ગરમ જગ્યાએ રાખો. જો શિયાળો હોય તો વાસણ ઉપર કપડું બાંધી સૂર્યના તડકામાં મૂકવું.

  4. 4

    હવે ખિરા મા આથો આવી જાય એટલે ૪થી ૫ કલાક રહેવા દઈ પછી.

  5. 5

    હવે તૈયાર ખિરા મા જરૂર મુજબ ગોળ (તમને જેટલું ખાટું મીઠું ભાવતું હોય એ પ્રમાણે દહીં ગોળ નાખો.

  6. 6

    હવે તેમાં લીલા મરચા ની પેસ્ટ, લસણની પેસ્ટ, હડદર, લાલ મરચું પાવડર, અજમો, ગરમ મસાલો, સિંગ દાણા અધકચરા વાટેલા, મિઠુ સ્વાદ અનુસાર, લીલા ધાણા સમારેલા, નાખી બરાબર મિકસ કરી લો. હવે તેમાં છિણેલી દુધી નાખી મિક્સ કરો. હવે ખિરુ તૈયાર છે.

  7. 7

    હવે હાંડવા ના કૂકરમાં તેલ લગાવી દો. હવે ખિરા મા ખાવાનો સોડા અને ૨ચમચા ગરમ તેલ નાખી ૫ મિનિટ બરાબર ફિણી લો. હવે ગેસ ધીમો ચાલુ કરી તેના ઉપર રેતી કુકર ના વાસણમાં મૂકી ઉપર હાંડવા નૂ કુકર મુકો. હવે તેમાં તૈયાર કરેલું ખિરૂ નાખી દો.

  8. 8

    હવે એક વઘારીયા મા વઘાર માટે તેલ ગરમ કરો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, તલ, મિઠા લિમડા ના પાન, હડદર, લાલ ‌‌આખા મરચા, નાખી કુકર માં જે ખિરૂ નાખ્યું છે તેના ઉપર રેડો. હવે હાંડવા ને મિડિયમ ગેસ ઉપર ચડવા દો.

  9. 9

    હવે હાંડવો ચડી ગયો છે તે ચેક કરવા માટે ચાકુ નાખી જુવો જો ચાકૂ કોરૂ નીકળે એટલે કે ખિરૂ ચોટે નહીં એટલે હાંડવો તૈયાર છે. તે ને ચા સાથે સર્વ કરો.

  10. 10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heena Tejas Patel
Heena Tejas Patel @cook_9906948
પર

Similar Recipes