વણેલા ગાંઠિયા નું  શાક અને બિસ્કિટ ભાખરી

Patel Rushina
Patel Rushina @cook_17931591

#JS

વણેલા ગાંઠિયા નું  શાક અને બિસ્કિટ ભાખરી

#JS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ભાખરી માટે
  2. 4 કપઘઉંનો લોટ
  3. મુ ઠ્ઠી પડતું તેલ
  4. ચપટીમીઠું
  5. પાણી
  6. ગાંઠિયા ના શાક માટે
  7. 250 ગ્રામચણાનો લોટ
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 1 tbspલાલ મરચું
  10. 1 tspહળદર
  11. 1 tspઅજમો
  12. 1 tbspતેલ મોણ માટે
  13. 1 કપદહીં
  14. વઘાર માટે તેલ
  15. ચપટીઅજમો
  16. ચપટીરાઈ
  17. ગાંઠિયા બાફવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટ માં મોણ અને ચપટી મીઠું નાખી લોટ બાંધવો.

  2. 2

    પછી ભાખરી વણવી અને લોઢી પર મૂકી ને કાપા પાડવા

  3. 3

    પછી તેને ધીમા તાપે ગેસ પર શેકવી.

  4. 4

    શેકાઈ જાય એટલે એક ડીશ માં મુકવી. ગરમ ગરમ ડબ્બા માં મુકવી નહીં

  5. 5

    ગાંઠિયા ના શાક માટે એક બાઉલ માં ચણાનો લોટ, મીઠું, લાલ મરચું, હળદર અને મોણ નાખી સરખો લોટ બાંધવો

  6. 6

    પછી તે લોટ માંથી પાટલી ઉપર લાંબા લાંબા ગાંઠિયા વણવા

  7. 7

    ગાંઠિયા વણાઈ જાય પછી એક વાસણ માં પાણી ઉકળવા મૂકવું અને પાણી ઉકળે એટલે એમાં વણેલા ગાંઠિયા એક એક કરી ને બાફવા નાખવા

  8. 8

    ગાંઠિયા નો કલર બદલાઈ જાય અને દબાવાથી આસાનીથી તૂટી જાય એટલે એને ચારણી માં કાઢી લેવા. બાફેલા ગાંઠિયા નું પાણી રાખી મૂકવું

  9. 9

    રાખેલા પાણી થઈ 1 કપ દહીં ની છાશ બનાવવી. છાસ માં મીઠું, મરચું અને હળદર નાખવી

  10. 10

    ગેસ ઉપર એક કઢાઈ માં તેલ મૂકી અજમો અને રાઈ નાખવી. તેલ થઈ જાય એટલે એમ ચપટી હિંગ નાખી ને છાસ વધારવી. અને ઉકળવા દેવી

  11. 11

    છાશ ઉકળે ત્યાં સુધી બાફેલા ગાંઠિયા ના નાના નાના કટકા કરી લેવા

  12. 12

    ઉકળતી છાશ માં કાપેલા ગાંઠિયા નાખી ને ઉકાળવું. થોડું ઘટ્ટ થાય એટલે ગરમ ગરમ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Rushina
Patel Rushina @cook_17931591
પર

ટિપ્પણીઓ

Similar Recipes