પીળી મકાઈ નો મસાલા વડો રોટલો ને મેથી ની ભાજી

Mittal Rana
Mittal Rana @cook_16766161
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મકાઈ ના રોટલા માટે :
  2. ૧ વાટકી પીળી મકાઈ / દેસી મકાઈ નો લોટ
  3. ૧ ચમચી લીલા મરચાં, આદુ ન લીલા લસણ ની પેસ્ટ
  4. ૧ ચમચી લીલી ડુંગળી ઝીણી સમારેલી
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ચપટીહળદર
  7. મેથી ની ભાજી માટે :
  8. ૧ વાટકી મેથી ની ભાજી સમારેલી
  9. સૂકું લસણ જીનું સમારેલું
  10. મીઠું સ્વાદ મુજબ
  11. ૧/૨ ચમચી ધાણા જીરું
  12. ૨ ચમચી લીલા મરચા ન આદુ ની પેસ્ટ
  13. ૧/૨ ચમચી જીરૂ, ને હિંગ, વઘાર માટે
  14. ૨ ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા મકાઈ ના લોટ માં બધી જ સામગ્રી નાખી ને જેમ આપડે રોટલા નો લોટ બાંધીએ એમ બાંધી ને બરાબર લોટ ને મસળો, લોટ સુવાડો થઈ જાય બાદ એનો રોટલો બનાવી લો, હાથ થી થાબડી ને નઈ તો પાટલા પર થાબડી ને, પણ પાટલા પર થાબડી ને બનાવો તો ધ્યાન રાખો જો પ્લાસ્ટિક મૂકી ને બનાવજો., પછી માટે ની કલાડી બરાબર ગરમ થઇ જાય ત્યારબાદ જ એમાં રોટલો નાખી ને સેકી લો

  2. 2

    મેથી ની ભાજી : એક કઢાઈ માં તેલ મૂકી એમાં જીરૂ, હિંગ, લસણ, આદુ મરચા ની પેસ્ટ, લીલી ડુંગળી નાખી ને સાતડો, ત્યારબાદ એમાં મેથી ની ભાજી, મીઠું, હળદર ને ધાણા જીરું નાખી ને મિક્સ કરી ને ઢાંકી દો, ૧૫ ભાજી ને ચડવા દો. પછી ગરમ ગરમ રોટલા સાથે પીરસો ન માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittal Rana
Mittal Rana @cook_16766161
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes