મૂળા ની લોટ વાડી ભાજી

Payal Jay Joshi
Payal Jay Joshi @cook_13398666
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૮ થી ૧૦ મૂળા ના પાન
  2. ૧ મૂળો
  3. ૨ લીલાં મરચાં
  4. ૧ વાડકો ચણાનો લોટ
  5. ૨ ચમચા તેલ
  6. ૧ ચમચી રાઈ
  7. ૧ ચમચી મેથીદાણા
  8. ૧ ચમચી લસણ ની ચટણી
  9. ૧ ચમચી મીઠું
  10. ૧ ચપટી હિંગ
  11. ૧ ચપટી હળદર
  12. ૧ ચમચી ધાણાજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મૂળા ના પાન ને ધોઈ ને કોરા કરી લેવા. પછી મૂળાના પાન,લીલાં મરચાં અને મૂળા ને ઝીણા સમારી લેવા.

  2. 2

    ૧ વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ અને મેથી દાણા તતડાવી લેવા. પછી હીગ ઉમેરી ઝીણું સમારેલું શાક ઉમેરવુ.તેના પર હળદર અને મીઠું ઉમેરી દેવું.પછી ઉપર પાણી મૂકીને ચડવા દેવું. બીજા ૧ વાસણ માં તેલ મૂકી ચણાનો લોટ થોડો શેકી લેવો.

  3. 3

    ઉપર થી થાળી નુ ગરમ પાણી અંદર ઉમેરી તેમાં લસણની ચટણી મીલાવી દેવી. પછી ઉપર શેકીને રાખેલ ચણાનો લોટ પાથરી ફરી ઢાંકી ને ચડવા દેવુ.૫ થી ૭ મીનીટ માં જ ભાજી તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Jay Joshi
Payal Jay Joshi @cook_13398666
પર
Transformational Foods
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes