રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં સુકી તુવેર ને ૨ કપ હુંફાળા પાણી માં ૮-૧૦ કલાક ઢાકણ ઢાંકી પલળવા દો. ત્યારબાદ, તુવેર ઉપર જે કઠઈ પાણી આવ્યું હોય તે કાઢી નાખવું જેથી ટોથા કડવા ન લાગે. હવે ૪-૫ વખત પાણી થી તુવેર ને ધોઈલો.
એક કુકર માં ૩ કપ પાણી, સુકી તુવેર અને મીઠું ઉમેરી મીડ્યમ તાપે ૭-૮ સીટી વાગે ત્યાં સુધી બફીલો. તુવેર બફાઈ જાય એટલે એને નીતરી લો. ૧ મુઠી બાફેલી તુવેર ને થોડી મેશ કરીલો જેથી માવો ગ્રેવીમાં ઉમેરી શકાય. - 2
એક કઢાઈ માં મીડ્યમ તાપે તેલ ગરમ થવા મુકો અને એમાં રાઈ, જીરું, તેજ પત્તા, સુકા લાલ મરચાં, તજ નો ટુકડો, હિંગ, હળદર અને છીણેલો કાંદો ઉમેરી ફ્રાય કરો. કાંદો ફ્રાય થતા ૫-૬ મિનીટ લાગશે. હવે એમાં લીલી પેસ્ટ ઉમેરી ફ્રાય કરો. લીલો મસાલો ફ્રાય થતા ૨-૩ મિનીટ લાગશે. લીલો મસાલો ફ્રાય થાય એટલે છીણેલા ટામેટા ઉમેરી ૩-૪ મિનીટ ફ્રાય કરો.
ત્યારબાદ, એમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરો. બધો મસાલો ફ્રાય થતા ૪-૫ મિનીટ લાગશે. થોડી થોડી વારે મસાલો મિક્ષ કરતા રેહવું - 3
મસાલામાં થોડું તેલ છુટું પડે એટલે બાફેલી તુવેર ના દાણા ઉમેરી મિક્ષ કરો. બધો મસાલો તુવેર પર ચડી જાય એટલે, ૧ થી ૧/૨ કપ જેટલું પાણી અને મેશ કરેલી તુવેર નો માવો ઉમેરી મિક્ષ કરો.
ઢાકણ ઢાંકી મીડ્યમ તાપે ૮-૧૦ મિનીટ કુક કરો. થોડી થોડી વારે ટોઠા મિક્ષ કરતા રેહવું જેથી કઢાઈ માં ચોંટે નહીં.
કોથમીર અને લીંબુ નો રસ ઉમેરી મિક્ષ કરો અને ગેસ બંધ કરી દો.એક ડીશ માં તુવેર ના ટોઠા લઇ બારીક સમારેલા કાંદા-ટામેટા અને મોળી સેવ ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠીયાવાડી તુવેર ના ટોઠા
બ્રેડ કે કુલચા સાથે જો ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઈસી ટોઠા ખાવા મળી જાય તો બીજું શું જોઈએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઈસી ફૂડ ભાવતું હોય તેમને તો ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે પણ બનાવવા સાવ સહેલા છે. તો જાણી લો ટોઠા બનાવવાની સરળ રેસિપી.#શિયાળા Hiral Vaibhav Prajapati -
-
-
-
-
-
ભરેડીયા/કણકીકોરમાના લોટ ના પુડા
#લીલીઆ દેશી વીસરાઈ ગયેલી વાનગી છે. આ વાનગી માં બધા અનાજ અને દાળ ને ઘંટી માં ભરડી ને કરકરો લોટ તૈયાર થાય છે એટલે તેને ભરેડિયા કહેવામાં આવે છે. Kalpana Solanki -
-
-
-
-
#જોડી તુવેર ના ટોઠા અને બ્રેડ
તુવેર ના ટોઠા મહેસાણા નુ સ્ટ્રીટફૂડ છે પણ હવે તે ઘણા શહેર મા મળે છે. ટોઠા સૂકી તુવેર ને ૩ થી ૪ કલાક પલાળી ને બાફી લઈ તેમા ટામેટા, લસણ, આદુ મરચા, ડુંગળી, લીલુ લસણ અને સુકા મસાલા મિક્સ કરીને બનાવવા મા આવે છે .તે ખાવા મા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તે બ્રેડ અને ઝીણી સેવ સાથે પીરસવા મા આવે છે ટોઠા બાળકો ને ખુબ જ ભાવે છે. આપ સૌને પણ ખુબ જ પસંદ આવશે.Bharti Khatri
-
-
લીલી તુવેર ના ટોઠા
#શિયાળાઉત્તર ગુજરાતમાં લીલી તુવેરના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે.. Himani Pankit Prajapati -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
તુવેર માંથી ઘણી સબ્જી બને છેતુવેર ટોઠા મહેસાણા ની ફેમસ સ્ટી્ટફુડ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB10#week10 chef Nidhi Bole -
-
-
ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ
#ફ્રૂટ્સઆ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે VANDANA THAKAR -
-
-
-
ગ્વાકામોલ (મેક્સિકન એવોકાડો ડીપ)
#નોનઇન્ડિયનગ્વાકામોલ એવોકાડો ડીપ મૂળ મેક્સિકન વાનગી છે. આ ડીપ તમે કોર્ન ચિપ્સ, ટાકોઝ, નાચોઝ, એન્ચીલાડા, બૃશેટા, બ્રેડ ટોસ્ટ, વગેરે સાથે સર્વ કરી શકો છો. એવોકાડો ને ચકાસવું ખુબ સહેલું છે. એવોકાડો નું પડ ડાર્ક ગ્રીન થી બ્રાઉન રંગ નું હોવું જોઈએ અને એકદમ પોચું અથવા એકદમ કડક પણ નઈ. આ ડીપ નો કુક રેસીપી છે. Roshni Bhavesh Swami -
-
-
-
લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
#WLD#MBR7#Week7Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiઢેકરા એ દક્ષિણ ગુજરાતની વિશેષ વાનગી છે. ઢેકરા નો સ્વાદ મધુર અને મસાલેદાર છે. શિયાળામાં મળતી તાજી લીલીછમ તુવેર માંથી બનતી આ એક ઇન્સ્ટન્ટ વાનગી છે. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા લીલી તુવેરના ઢેકરાને તુવેરના વડા પણ કહી શકાય. Neeru Thakkar -
-
-
તુવેર ના ટોઠા(Tuver na totha recipe in Gujarati)
#GA4#Week13#તુવેર(કઠોળ)#Tuver#તુવેર_ના_ટોઠા#CookpadGujarati#cookpadindiaઆમ તો અમે મૂળ કાઠિયાવાડી પણ મારા હસબન્ડ મહેસાણા સ્ટડી કરતા તો તે વિન્ટર માં તુવેર ના ટોઠા બહુ જ ખાતા. તો આજ મને પણ તુવેર ના ટોઠા નો ઓર્ડર કરી દીધો. મેં તો ક્યારેય નામ પણ નહોતું સાંભળ્યું.. પણ આજે ખાધા પછી બહુ જ મજા આવી. મુખ્ય તો આમાં તુવેર કઠોળ ની લેવાની અને બીજી વસ્તુ મુખ્ય હોય તો લીલું લસણ છે. તુવેર ના ટોઠા બે વસ્તુ જોડે ખવાય છે એક તો બ્રેડ અને બીજું રોટલા. Henal Kothadiya _ #HENALs_Kitchen -
More Recipes
ટિપ્પણીઓ