રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામમોળો માવો
  2. 500 ગ્રામખાંડ
  3. 8-10કેસર નાં તાંતણા
  4. ચપટીસોડા
  5. થોડો લીંબુ નો રસ
  6. 125 ગ્રામમેંદો
  7. ઘી તળવા માટે
  8. 1/2 કપદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાસણમાં ખાંડ લઇ તે ડૂબે એટલું પાણી નાખીને તેને ઉકળવા મુકો. ઉકળે એટલે લીંબુનો રસ નાંખવો. લીંબુનો રસ નાખવાથી ઉપર મેલ તરી આવશે જે બહાર કાઢી લેવો. ત્યારબાદ થોડું કેસર ઉમેરી ચાસણી એકતારી થાય એટલે ધીમા તાપ પર ગરમ રાખવી.

  2. 2

    માવો ખમણી રવાદાર ભૂકો બનાવવો. ત્યારબાદ તેમાં મેંદો ભેળવી વચ્ચે ખાડો કરી તેમાં થોડું દૂધ અને ચપટી સોડા નાખીને થોડીવાર રહેવા દેવું. પછીથી દૂધ નાખી ખૂબ મસળીને કણક તૈયાર કરવી. ત્યારબાદ તેમાંથી લૂઓ લઇને ઉપરથી લીસાં અને ફાટ વગરના ગુલાબજાંબુ બનાવી ઘીમાં તળી લેવાં.

  3. 3

    તળાય જાય ત્યારબાદ તેને ચાસણી માં નાખી દેવા. 2-3 કલાક બાદ ખાવા જેથી ચાસણી અંદર સુધી ઉતરી જાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_17702868
પર

ટિપ્પણીઓ

Similar Recipes