ખસ્તા કચોરી

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 2 કપમેંદો
  2. મીઠું સ્વાદાનુસાર
  3. મુઠ્ઠી પડતું મોણ
  4. 1 કપમગ ની મોગર દાળ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીલાલ મરચું
  8. 1 ચમચીધાણજીરું
  9. 1 ચમચીગરમ મસાલો
  10. 1/2 ચમચીવરિયાળી

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    મેંદા માં મીઠું અને મુઠ્ઠી પડતું મોણ નાખીને ઢીલો લોટ બાંધવો. થોડી વાર મૂકી રાખવો.

  2. 2

    મગ દાળ ને બ્રાઉન શેકી લેવું.

  3. 3

    મગ ની દાળ ને ક્રશ કરી લેવી. તેમાં બધા મસાલા અને વરિયાળી નાખી સહેજ પાણી નાખી ને સ્ટફિંગ તૈયાર કરવું.

  4. 4

    નાની પૂરી વણો અને તેમાં સ્ટફિંગ ભરી ને કચોરી વાળી લેવી. અને હાથ થી દબાવી ને સહેજ મોટી સાઈઝ કરવી.

  5. 5

    તેલ મા ધીમા તાપે કડક થવા દેવી.

  6. 6

    કચોરી તૈયાર. તેમાં ઉપર લીલી ચટણી, ગળી ચટણી, દહી,સેવ અને કોથમીર નાખી પીરસવું. આ કચોરી એકલી પણ ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Similar Recipes