ગુજરાતી દાળ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#દાળકઢી

દાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી.

ગુજરાતી દાળ

#દાળકઢી

દાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૫ વ્યક્તિ
  1. ૧ કપ તુવેરની દાળ
  2. ૧૦૦ ગ્રામ સૂરણ
  3. જરૂર મુજબ પાણી
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૨ ચમચી લાલ મરચું
  6. ૧ ચમચી ધાણાજીરું
  7. સ્વાદાનુસાર મીઠું
  8. ૧ નંગ ટામેટું
  9. ૨ ચમચી સીંગદાણા
  10. ૩ નંગ ખારેક
  11. ૮-૧૦ નંગ મીઠા લીમડાનાં પાન
  12. ૧ ચમચી આદુ-મરચાંની પેસ્ટ
  13. ૧/૩ કપ ગોળ
  14. ૧/૪ કપ આમલી
  15. ૨ ચમચી સૂકા ધાણા
  16. ૧ ટુકડો તજ
  17. ૧ નંગ લવિંગ
  18. જરૂર મુજબ લીલી કોથમીર
  19. વઘાર માટે
  20. ૨ ચમચી તેલ
  21. ૨ નંગ સૂકા લાલ મરચાં
  22. ૧/૨ ચમચી સૂકી મેથી
  23. ૧ ચમચી રાઈ
  24. ૧/૨ ચમચી હીંગ
  25. ૧ નંગ તમાલપત્ર
  26. ૫-૬ નંગ મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તુવેરની દાળને ૩૦ મિનિટ પાણીમાં પલાળી રાખો. તેને કૂકરમાં લઈ તેમાં સૂરણનાં ટુકડા અને જરૂર મુજબ પાણી ઉમેરી ૩-૪ વિસલ થાય ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ કૂકર ઠંડુ પડે પછી બાફેલી દાળમાં હેન્ડ બ્લેન્ડર ફેરવી વલોવી લો. તેને એક તપેલીમાં કાઢી તેમાં જરૂર મુજબ એટલે આશરે ૭૦૦-૮૦૦ મિલી જેટલું પાણી ઉમેરી ગેસ પર મૂકી ગરમ કરો.

  2. 2

    તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, સમારેલું ટામેટું, સીંગદાણા, ખારેકનાં ટુકડા, ઝીણુ સમારેલું સૂરણ, મીઠા લીમડાનાં પાન ઉમેરી મિક્સ કરો.

  3. 3

    તેમાં આદુ-મરચાંની પેસ્ટ, ગોળ તથા પાણીમાં પલાળેલી આમલી અથવા આમલીનો પલ્પ ઉમેરો.

  4. 4

    સૂકા ધાણા, તજ અને લવિંગને સહેજ શેકીને ઠંડુ પડે પછી મિક્ષરમાં ક્રશ કરી તે પાવડર દાળમાં ઉમેરો અથવા ગરમ મસાલો પણ ઉમેરી શકાય છે. દાળને મધ્યમ આંચે ઉકળવા દો.

  5. 5

    એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચાં, સૂકી મેથી, રાઈ, હીંગ, તમાલપત્ર ઉમેરી વઘાર તતડે પછી તેમાં મીઠા લીમડાનાં પાન ઉમેરી તૈયાર વઘારને દાળમાં રેડો. ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. ધીમી આંચે દાળ મધ્યમ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળવા દો. દાળને વધુ ઘટ્ટ ન કરવી કારણકે સૂરણ ઉમેર્યું હોવાથી જેમ ઠંડી થશે તેમ વધુ ઘટ્ટ થશે.

  6. 6

    ગેસ બંધ કરી કોથમીર ભભરાવી દાળને સર્વ કરો. તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ગુજરાતી દાળ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Priyangi Pujara
Priyangi Pujara @TheDivine
મને લાગે છે કે આ રેસિપી પ્રમાણે અદ્દલ વાડી ની દાળ બનશે!
માટે બનાવવી છે પણ અહીં આફ્રિકા માં સુરણ નથી મળતું અને ખારેક પણ નથી. તો તેની અવેજી માં બીજું શું ઉમેરી શકાય?

Similar Recipes