જોધપુરી પ્યાઝ કચોરી

Parul Patel
Parul Patel @Parul_25
શેર કરો

ઘટકો

50મિનિટ
5 સર્વિંગ્સ
  1. લોટ બાંધવા માટે:-
  2. 2 કપમૅંદૉ
  3. 1 ચમચીઆજમો
  4. મીઠું સ્વદ અનુસાર
  5. 1/4 કપઘી
  6. કચોરી ની ફિલિંગ માટે:-
  7. 3-4મોટા ચમચી ઘી
  8. 1 ચમચીવરિયાળી
  9. 1 મોટી ચમચીઆખા ધાણા ક્રશ કરેલ
  10. 3-4મોટી ડુંગળી
  11. 2 ચમચીઆદુ-લસણ ની પેસ્ટ
  12. 1 ચમચીલીલા મરચાં ની પેસ્ટ
  13. 1 ચમચીઆમચૂર પાવડર
  14. 1/2 કપચણા નો બેસન
  15. 1/2 કપમગ ની દાળ નો બેસન
  16. 1 ચમચીલાલ મરચું
  17. 1 ચમચીમીઠું
  18. ચપટીહિંગ
  19. 1બાફેલું બટાકુ
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

50મિનિટ
  1. 1

    મૅંદા માં અજમો, મીઠું અને ઘી મિક્સ કરીને મીડીયમ લોટ બાંધી લો. મુઠ્ઠી પડતું ઘી નું મૉણ નાખો. લોટ ને 15 મિનિટ રેસ્ટ કરવા મૂકી દો. ત્યાં સુધી સ્ટફીંગ રેડી કરી લો. 1 પાન માં ઘી મૂકીને તેમાં વરિયાળી, ધાણા, આદુ-લસણ અને મરચાં ની પેસ્ટ ને સાંતળી લો. હવે સમારૅલા ડુંગળી ને પણ સાંતળી લો. પછી તેમાં હિંગ અને આમચૂર પાવડર એડ કરો.

  2. 2

    બીજા પાન માં ઘી ગરમ મૂકીને તેમાં ચણા અને મગ ની દાળ નું બેસન શેકી લો.

  3. 3

    આ શૅકૅલુ બેસન સ્ટફીંગ માં એડ કરો. પછી લાલ મરચું અને મીઠું એડ કરીને પછી બટાકુ છીણી ને એડ કરો પછી બરાબર મિક્સ કરી લો. સ્ટફીંગ રેડી છે.

  4. 4

    લોટ માંથી નાની પુરી વણીનૅ તેમાં સ્ટફીંગ ભરીને ફરીથી હલકા હાથે વળીનૅ તેલ માં તળી લો. તો રેડી છે જૉધપુરી પ્યાઝ કચોરી. તેને લીલી ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો.

  5. 5

    તેને ચાટ બનાવી ને પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes