ઇડલી સંભાર

Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
Surat

#બ્રેકફાસ્ટ રેસિપી
નમસ્તે બહેનો
દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામના
નવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે

ઇડલી સંભાર

#બ્રેકફાસ્ટ રેસિપી
નમસ્તે બહેનો
દરેક બહેનો અને મિત્રો ને નવા વર્ષની શુભકામના
નવા વર્ષની એટલે કે 2020 ની આ મારી પ્રથમ પોસ્ટ છે આજે હું તમારી સમક્ષ સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ઇડલી સંભાર લઈને આવી છું તો આશા રાખું છું કે તમને મારી રેસીપી પસંદ આવશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ત્રણ વ્યક્તિ
  1. ૩ વાટકી ચોખા
  2. 1વાટકી અડદની દાળ
  3. જરૂર મુજબ પાણી
  4. જરૂર મુજબ ખાવાનો સોડા
  5. જરૂર મુજબ આખું જીરૂ અને લાલ મરચું
  6. સંભાર બનાવવા માટે તુવેર દાળ ૧ વાટકી
  7. તેમાં એક રીંગણ એક બટેકુ 1 ટમેટુ થોડી કોબી 2 ડુંગળી સરગવાની એક સિંગ આ બધું શાક જરૂર મુજબ લેવું
  8. વઘાર માટે તેલ
  9. રાય જીરૂ હિંગ
  10. મીઠો લીમડો અને કોથમીર
  11. મીઠું ખાંડ અને લીંબુ જરૂર મુજબ લેવું
  12. ટોપરાની ચટણી બનાવવા માટે નાળિયેર જરૂર મુજબ
  13. દહીં જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિત્રો પહેલા સંભાર બનાવીએ સૌપ્રથમ એક કુકરમા તુવેર દાળ બાફી લેવી તુવેરદાળ બફાઈ જાય એટલે તેને જેરી ગ્રેંડ કરી લેવી હવે એક વાસણમાં બધા જ શાકભાજીને ઝીણા ઝીણા સમારી લેવા એક કડાઈમાં તેલ ગરમ મૂકવું તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાય જીરુ હિંગ તજ લવિંગ મીઠો લીમડો બધું નાખી વઘાર કરવો આ વઘારમાં બધા જ શાકભાજી સાંતળી લેવા

  2. 2

    બધા શાકભાજી સંકળાઈ જાય એટલે તેમાં બાફેલી દાળ ઉમેરી દેવી તેમાં મીઠું ખાંડ લીંબુ જરૂર મુજબ ઉમેરો તથા સંભાર નો મસાલો નાખો દાળ બરાબર ઉકળી જાય એટલે ગેસ ઓફ કરી દેવો તો તૈયાર છે આપણો સંભાર

  3. 3

    હવે આપણે ઇડલી બનાવીશું સૌપ્રથમ એક બાઉલમાં ૩ વાટકી ચોખા અને એક વાટકી અડદની દાળ પાણી નાખી ૭ થી ૮ કલાક પલાળી દેવી ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેવું આ ઇડલીના ખીરાને છ-સાત કલાક ટાંકીને ઢાંકીને ગરમ તાપમાનમાં મૂકી રાખવું એટલે તેમાં આથો આવી જશે

  4. 4

    ઈડલીના ખીરામાં આથો આવી જાય એટલે તેમાં જરૂર મુજબ મીઠું ચપટી ખાંડ આખું જીરૂ અને ખાંડેલુ લસણ નાખો ત્યારબાદ તેમાં ખાવાનો સોડા જરૂર મુજબ ઉમેરો હવે ઈડલી નું સ્ટેન્ડ લેવું તેમા ગરમ પાણી મુકો તેની અંદર એક લીંબુ નું ફાડુ નાખવું આ પાણી ઊકળી જાય એટલે તેના સ્ટેન્ડમાં ઈડલી નુ ખીરુ ભરી આ સ્ટેન્ડ અંદર મૂકી દેવું અને ઢાંકણ ઢાંકી દેવું અંદાજે સાતથી આઠ મિનિટમાં ઈડલી થઇ જશે વચ્ચે એક વખત તે ચેક કરી લેવું તો તૈયાર છે આપણી ઈડલી

  5. 5

    હવે આપણે ટોપરાની ચટણી બનાવીશું તો તેની માટે જરૂર મુજબ ટોપરું લેવું તેને મિક્સરમાં ક્રશ કરી લેવું તેમાં દહી ઉમેરવું પછી ફરી મિક્સર માં ક્રશ કરવું આ ચટણીમાં મીઠું થોડું જીરુ અને ઉપરથી રાય અને જીરું વઘાર કરીને નાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dharti Kalpesh Pandya
Dharti Kalpesh Pandya @cook_17360396Dharti
પર
Surat
cooking is my passion.I am Housewife.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes