દુધેરી

Sonal Naik
Sonal Naik @cook_18398850
Bilimora

દક્ષિણ ગુજરાત મા શિયાળા મા શેરડી નો પાક ઉતરવા મા આવે છે. શેરડી ના રસ ની વાનગી હુ બનાવવાની છુ. જેમ શેરડી ના રસ મા નવા ચોખા નો લોટ અને દૂધ ઉમેરી ને બનવામાં આવે છે.આમારા અનાવિલ બ્રાહ્મણ ની ન્યાત મા આ વાનગી ઉતરાયણ ના દિવસે તુવેર ના ધેકરા સાથે બનવામાં આવે છે.

દુધેરી

દક્ષિણ ગુજરાત મા શિયાળા મા શેરડી નો પાક ઉતરવા મા આવે છે. શેરડી ના રસ ની વાનગી હુ બનાવવાની છુ. જેમ શેરડી ના રસ મા નવા ચોખા નો લોટ અને દૂધ ઉમેરી ને બનવામાં આવે છે.આમારા અનાવિલ બ્રાહ્મણ ની ન્યાત મા આ વાનગી ઉતરાયણ ના દિવસે તુવેર ના ધેકરા સાથે બનવામાં આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧કલાક
  1. ૫ શેર શેરડી નો રસ
  2. પોનો શેર નવા ચોખા નો ઝીણો લોટ
  3. ૧ લિટર ફુલ ફેટ વાળુ દૂધ
  4. ૧ ચમચી ઘી
  5. ૧ ચમચી ખસખસ
  6. ૧|૨ ચમચી તજ લવિંગ નો પાવડર
  7. ૧|૨ચમચી જાયફળ નો પાવડર

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1
  2. 2

    સૌ પ્રથમ તો શેરડી નો રસ જ્યારે દુધેલિ બનાવાની હોઇ ત્યારે જ લાવવો. જડ તળિયા વાળુ પિત્તળ નુ તપેલુ ગેસ ચાલુ કરી ઉપર મુકવું. શેરડી નો રસ પાતળા કપડા થી ગાળી ને તપેલા મા રેડવો.

  3. 3

    રસ ગરમ થાય અટલે તેના પર છારી આવે તેને લાકડા ના રોટલી બનાવના પાટલા થી કાઢી લેવી.

  4. 4

    રસ ઉકળવા માડે એટલે જેટલી છારી હોઇ તેને કપડા થી ગાળી ને પણ કાઢી શકાય છે. રસ ને એકદમ ચોખ્ખો કરી દેવો.

  5. 5

    પછી એક તપેલી મા દૂધ ને અને ચોખા ના લોટ ને મિક્સ કરી દેવો.જરા પણ ગાંઠા ન રહે તેં હાથ થી મિક્સ કરી દેવો. લોટ ઝીણો હોઇ એટલે બરાબર મિક્સ કરવો. જરૂર પડે તો બ્લેન્ડર ફેરવી દેવું. અને અકળામ સ્મુધ પેસ્ટ બનવી દેવી.

  6. 6

    પછી ઉકળતા લોટ મા રડતા જવુ અને હલાવતા જવુ. ગેસ મિડિયમ રાખવો. બધુ મિશ્રણ રસ મા રેડાય જાય એટલે ગેસ ફુલ કરી તબળવા દેવું. નિચે ચૌટે નહિ તેનુ ધ્યાન રાખવું. અડધો કલાક જેવુ થાઈ એટલે ગેસ ધીમો કરી દેવો. હાથ પર ઊડે અને દઝાય નહિ તેનુ ધ્યાન રાખવું.તબેથો લાંબો લેવો જેથી દઝય નહિ.

  7. 7

    : હવે એક થાળી મા ઘી ચોપડી દેવું. ઍક નાની ડિસ મા ઘી ચોપડી ને તપેલા માથી થોડુ મિશ્રણ કાઢી ને ચેક કરવુ ક થઈ ગઈ છે ક નઈ. મિશ્રણ ઘાટ્ટ થાઈ ગ્યું હોઇ ડિસ માથી ધીમે ધીમે ઉખડી જોવું. પતુળી ની જેમ ડિસ પર થી ઉખડી જાય એટલે દુધેલિ થઇ ગઈ હોઇ છે

  8. 8

    પછી ઘી ચોપડલિ થાળી મા મિશ્રણ રડવું. પછી થાળી ને ઠપકારવિ જેથી આખી થાળી પર મિશ્રણ પથરાઇ જાય.
    : ઉપર થી ખસખસ,તજ,લવિંગ જાયફળ નો પાવડર છાટ્વો. થાળી ઠન્ડું થાઈ એટલે કાપા પાડીને એક એક કરી ને કાઢી ને સર્વ કરવી. ૫ શેર રસ માથી ૩ મિડિયમ થાળી દુધેલિ બને છે. ખાવા મા ખૂબ જ રરસ લાગે છે. ઠન્દિ મા ખાવાની ખૂબ જ મઝા આવે છે. લીલી તુવેર ના ધેકરા સાથે દુધેલિ સારી લાગે છે. તો તૈયાર છે અનાવિલ સ્પેશ્યલ દુધેલિ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Naik
Sonal Naik @cook_18398850
પર
Bilimora

Similar Recipes