રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને ધોઈ નાખો અને થાળી માં પાથરી પાણી ડૂબાડૂબ થાય એ રીતે પલાળીને ઉપર બીજી થાળી ઢાંકી અને મૂકી દો.
- 2
હવે બટેટાની છાલ ઉતારી એના નાના નાના કટકા કરી લો અને એને ધોઈ અને સાઈડ માં મૂકી દો.
- 3
સવાર થી સાંજ સુધી સાબુદાણાને પલાળીને રાખવા છે ખીચડી એકદમ છૂટી થાય છે અને સાબુદાણા એકદમ સોફ્ટ થઈ જાય છે.
- 4
હવે એક લોયામાં તેલ ગરમ કરો.
- 5
તેલ ગરમ થઈ ગયા પછી જીરુ,સૂકું લાલ મરચું અને તમાલપત્ર,લીમડો બધાથી વઘાર કરો.
- 6
હવે બટેટા એમાં ઉમેરી દો.
- 7
હવે હળદર અને મીઠું નાખીને હલાવી દો.
- 8
હવે બટાટાને ધીમા ગેસ પર ચડવા દો. ઉપર એક થાળી રાખી દો અને એમાં થોડું પાણી નાખી દો એટલે હોજ મળશે અને બટેટા એમાં એમાં ચડી જશે એટલે અંદર પાણી નાખવાની જરૂર નથી.
- 9
હવે એમાં ખાંડ ઉમેરી દો અને પાછું થોડીક વાર માટે રાખો.
- 10
બટેટા ચડી ગયા પછી એમાં મરચું,ધાણાજીરું અને લીંબુ ઉમેરી દો. લીંબુનો રસ નાખ્યા પછી થોડીક વાર રહેવા દેવું.
- 11
બધો મસાલો ઉમેરી દીધા બાદ એને હલાવીને મગફળી ના બી નો ભૂકો ઉમેરો.
- 12
હવે એમાં સાબુદાણા નાખીને સરખું મિક્ષ કરીને મસાલો ચઢવા દેવો.
- 13
હવે તૈયાર છે તમારી સાબુદાણાની ખીચડી.
- 14
હવે ઉપરથી કોથમીર,મગફળીના બી અને મરચા મરચા ના કટકા ઉમેરી દો. સાબુદાણાની ખિચડી દહીં સાથે સર્વ કરો.
- 15
1. ફરાળ માં કોઈ દિવસ રાય નો વપરાશ થતો નથી.
2. ફરાળ માં કોઈ દિવસ ટમેટા પણ વપરાતા નથી પણ તમારે વાપર હોય તો વાપરી શકો છો.
3. ઘણા લોકો હળદર પણ નથી વાપર તો જો તમે વાપરતા હોય તો જ હળદર નાંખવી નહી તો ના નાખતા.
Similar Recipes
-
-
-
-
-
-
-
ફરાળી ખીચડી (Farali Khichdi Recipe In Gujarati)
ફરાળી ખીચડી તો બધા ઘરે બનાવતા હોઈ છે પણ બધા ની થોડી અલગ રીત હોઈ છે તો બધા ને નવું શીખવા મળે છે.. તો ચાલો શરુ કરીયે.. #GA4#Week7 . shital Ghaghada -
સાબુદાણાની ખીચડી(Sago khichadi recepi in Gujarati)
#ઉપવાસ#માઇઇબુક#મારા ઘરમાં બધાને ખુબ ભાવે. સાબુદાણા ની ખીચડી હોય એટલે સાથે ફરાળી કઢી હોય જ.એક કમ્પ્લીટ થાળી. Davda Bhavana -
-
-
-
-
-
-
-
ફરાળી સાબુદાણાની ખીચડી(farali sabudana khichdi recipe in Gujarat
#માઇઇબુક#સુપરશેફ ૩#પોસ્ટ-૯ Daksha Vikani -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
-
-
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
-
કંદ સાબુદાણાની ખીચડી
#RB18#SJR આ ફરાળી વાનગીમાં કંદમૂળ નો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે..રતાળુ સુરણ, બટાકા આદુ,શીંગ વિગેરે જમીનની અંદર થતી ખાદ્ય વનસ્પતિ છે અને કંદ થી ફીલિંગ ઈફેક્ટ આવતી હોવાથી વારંવાર ખાવાની જરૂર નથી પડતી તેમજ અતિ સ્વાદિષ્ટ અને ફાઇબર્સ તેમજ સ્ટાર્ચ થી ભરપુર બને છે. Sudha Banjara Vasani -
સાબુદાણાની ખીચડી
#ફરાળીસાબુદાણાની ખીચડી એ મોટાભાગના લોકોની ફેવરિટ ફરાળી વાનગી છે. પરંતુ સાબુદાણાની ખીચડીમાં ક્યારેક તે ચીકણી બની જાય છે તો ક્યારેક સાબુદાણા બરાબર પલળતા નથી. આવામાં જો તમે આ રીતે બનાવશો તો દરેક વખતે સાબુદાણાની ખીચડી એકદમ સ્વાદિષ્ટ બનશે. Kalpana Parmar -
More Recipes
ટિપ્પણીઓ