દૂધી ની કઢી (Dudhi ni kadhi recipe in Gujarati)

Kshama Himesh Upadhyay
Kshama Himesh Upadhyay @Xama_74
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધી (Lauki) સમારેલી ટુકડા
  2. 2 કપદહીં
  3. 1/2 કપચણાનો લોટ
  4. 1 ચમચીલીલા મરચા આદુ વાટેલા
  5. 1 ચમચીધાણા જીરું પાવડર
  6. 1 ચમચીહળદર પાવડર
  7. 1 ચમચીગરમ મસાલો
  8. વઘાર માટે
  9. 1 ચમચીજીરું
  10. 1/4 ચમચીહિંગ
  11. 4-5મીઠા લીમડાના પાન
  12. 1સૂકું લાલ મરચું
  13. 2લવીંગ
  14. 2મરી
  15. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    સૌ પ્રથમ ગેસ ચાલુ કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, હિંગ, મીઠા લીમડા ના પાન,લીલા મરચાં આદુ વાટેલા નાખીને સાંતળી લો. તેમાં દૂધી ના ટુકડા નાખી હળદર, મીઠું, ધાણાજીરું મીક્સ કરીને ઢાંકીને બફાવવા દો.

  3. 3

    દૂધી બરાબર બફાઈ જાય એટલે તેમાંથી પાણી પણ છૂટી ગયું હોય છે.ત્યારબાદ ગેસ બંધ કરી લો.

  4. 4

    હવે એક તપેલીમાં દહીં, ચણાનો લોટ, આદુ વાટેલું નાખીને જરૂરી પાણી ઉમેરીને બરાબર મીક્સ કરી લો.ત3 મિશ્રણ ને દૂધી ના શાક માં ઉમેરી લો. અને મીક્સ કરી લો.

  5. 5

    હવે કોથમીર સમારેલી ઉમેરો. અને ઉકળવા દો.

  6. 6

    ત્યારબાદ બીજો ગેસ ચાલુ કરીને એક વઘારીયામાં ઘી ગરમ કરો અને તેમાં જીરું, સૂકું લાલ મરચું,હિંગ, લવીંગ, મરી, તમાલપત્ર, મીઠા લીમડા ના પાન નાખીને વઘાર કરો. અને ગેસ બન્ધ કરી લો. એ વઘાર ને ઉકળતી કઢી માં ઉમેરો અને હલાવી લો. ગેસ બંધ કરી લો

  7. 7

    તૈયાર છે.. ગરમ ગરમ દૂધી ની કઢી.. સરસ ટેસ્ટી બનશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kshama Himesh Upadhyay
પર
Ahmedabad
રોજીંદી રસોઈ ની વાનગીઓ સ્વાદમાં વધારો કરે તેવા ફેરફાર સાથે બનાવું છું
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes